JCB ની સાઈડ કાપવા જતા આઈસર પલટાયું અને ત્રણ લોકો મોતને ભેટ્યા ‘ઓમ શાંતિ’

અકસ્માત (Accident)ની ઘટનાઓ અવાર નવાર સામે આવતી જ રહે છે. ત્યારે હાલમાં જ સાવલી(Savli) તાલુકાના લામડાપુરા(Lamdapura) ગામ પાસે આવેલ નિરમા કેનાલ(Nirma Canal) પર ટેમ્પો(Tempo) પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ટેમ્પો આણંદ(Anand) જિલ્લાના અડાસ(Adas) ગામેથી રેલવે (Railways)નો સામાન લઈને પસાર થઈ રહ્યો હતો, આ દરમિયાન નિરમા કેનાલ પાસે જેસીબી (JCB)ને સાઈડ આપવા જતાં આઇસર(Iser) ટેમ્પો રોડની સાઈડ પરથી પલટી ખાઈ ગયો હતો. જેમાં ત્રણ મજૂરના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.

આ ટેમ્પામાં પાછળ ત્રણ મજુરો સવાર હતા. આ ઘટના દરમિયન ત્રણેય મજુરો ટેમ્પા નીચે દબાઈ જતા ત્રણેયના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. ઘટનાની જાણ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. આ પછી એક હાઈડ્રોની મદદથી મૃતકોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ ઘટના સ્થળે આવી અને મૃતકોના શબનો કબજો લઈને પીએમ માટે મોકલી આપ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલ બાબુ પગી, અમરસિંહ રાયસિંહ પગી, વિક્રમ રામસિંહ પગી તમામ રહે. હોસેલાવ પોસ્ટ શેખપુર, તા.શહેરા, જિ.પંચમહાલ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટના બાદ ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો.

જાણવા મળ્યું છે કે, ટેમ્પોમાં સવાર તમામ મજૂરો કન્સ્ટ્રક્શનમાં કામ કરતા હતા અને ટેમ્પોમાં કુલ ડ્રાઇવર સહિત છ જણ સવાર હતા. જેમાં ત્રણનો આબાદ બચાવ થયો હતો. તેઓ રેલવેમાં વિવિધ પ્રકારની મજૂરી કરતા હતા અને અડાસ ગામે રેલવેનું સમારકામ પતી જતાં પરત ફરતી વેળાએ આ અકસ્માત નડ્યો હતો. નિરમા કેનાલની સાઇડ ઉપર રોડને અડીને સલામતી અર્થે કોઇ રેલિંગ કે દીવાલ ન હોવાના કારણે આ આઈસર ટેમ્પો પલ્ટી ખાઈ ગયો હતો. આ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *