હાલમાં અકસ્માતના વધતા કેસો દરમિયાન એક એવો કેસ સામે આવ્યો છે જેમાં એક માર્ગ અકસ્માતમાં બાઈક સવાર વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. જ્યારે બે વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયા હતા. જાણવા મળ્યું છે કે, આ ઘટના ગાયને બચાવવા જતા સર્જાઈ હતી. બાઈક પર જઈ રહેલા ત્રણેય વિદ્યાર્થી ગાય સામે આવી જતા બાઈક પરનું નિયંત્રણ ગુમાવી બેઠા હતા.
આ દરમિયાન તેઓ પાછળથી ઝડપભેર આવી રહેલી સ્કૂલ બસની ઝપટમાં આવી ગયા હતા. એક વિદ્યાર્થી બસના આગળના વ્હિલમાં ફસાઈ ગયો હતો. બસ એટલી સ્પીડમાં હતી કે, વિદ્યાર્થી 35 ફૂટ સુધી ઘસડાયો હતો. તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. આ ઉપરાંત ઈજાગ્રસ્ત અન્ય બે વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
લગભગ સવારે 8 વાગે ત્રણ વિદ્યાર્થી એક બાઈક પર શાળા જઈ રહ્યા હતા. ત્યારે અચાનક ગાય સામે આવી ગઈ હતી. ગાયથી બચવા માટે તેમણે થોડો યુ ટર્ન લગાવ્યો. તે સમયે પાછળથી આવી રહેલી સ્કૂલ બસે બાઈક સવાર ત્રણેય વિદ્યાર્થીને ટક્કર મારી હતી. બાઈક પર બેઠેલો એક વિદ્યાર્થી બસની નીચે આવી ગયો હતો. બસ તેને 35 ફૂટ સુધી ઘસડીને લઈ ગઈ હતી. આ વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું.
વધુમાં જાણવા મળ્યું છે કે, મૃતક વિદ્યાર્થી ટાગોર સ્કૂલમાં ધોરણ-11માં અભ્યાસ કરતો હતો. તેને ટાગોર સ્કૂલની બસે જ ટક્કર મારી હતી. બાઈક પર બેઠેલા અન્ય બે વિદ્યાર્થી અન્ય શાળામાં અભ્યાસ કરતા હતા. મૃતક વિદ્યાર્થીનું નામ ભાનુ પ્રતાપ હતું. તે નદબાઈના વેર હાઉસ કોલોનીમાં રહેતો હતો. દિકરાના મૃત્યુના સમાચાર મળતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ અકસ્માત રાજસ્થાનમાં સર્જાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.