સુરત મનપાની દાદાગીરી: વેકસીન નહિ લો તો દંડ ભરો, જાણો ક્યાંથી શરૂ કરી ‘પઠાણી’ વસૂલી

હાલમાં સમગ્ર રાજ્યની સાથે-સાથે જ સુરતમાં પણ કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે SMC એ પોતાના નિયમ-કાયદા લોકો પર થોપી રહી છે. હાલમાં…

હાલમાં સમગ્ર રાજ્યની સાથે-સાથે જ સુરતમાં પણ કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે SMC એ પોતાના નિયમ-કાયદા લોકો પર થોપી રહી છે. હાલમાં જયારે સમગ્ર દેશમાં વેક્સિનને લઈ જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છીએ પણ સુરત મનપા જાગૃતિ અભિયાનની સાથે-સાથે દાદાગીરી પણ કરી રહી છે. સુરત મનપા લોકો પર બળજબરીથી વેક્સિન લગાવવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે તેમજ વેક્સિન ન લેનારા પાસેથી 1,000નો દંડ પણ વસૂલવામાં આવી રહ્યો છે.

વેક્સિન ન લીધી એટલે દંડ ફટકાર્યોઃ મનપાના કર્મચારી
શહેરના અડાજણ વિસ્તારમાં દિલીપ દુબે પાનની દુકાન ચલાવે છે. તેમની ઉંમર 45થી વધુ છે. 2 એપ્રિલનાં રોજ મનપાના કેટલાક કર્મચારીઓ તેમની દુકાને આવીને તેમની દુકાનમાં હાજર પંકજ દુબેને 1,000 રૂપિયાના દંડની રસીદ પકડાવી દીધી હતી.

આ અંગે પંકજ દુબેએ પ્રશ્ન કરતાં તેમને કહેવાયું હતું કે, દિલીપ દુબેએ હજુ સુધી વેક્સિન ન લેતાં આ દંડ ફટકારવામાં આવ્યો છે.’ દિલીપ દુબેને આ વાતની જાણ થતાં તેઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતાં. અહીં ઉલ્લેખનીય છે કે, સરકારી આદેશ મુજબ 1 એપ્રિલથી 45થી વધારે ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે.

વેક્સિન માટે દંડ ન વસૂલી શકીએ:
45થી વધુ ઉંમર ધરાવતાં લોકો વેક્સિન ન લે તો દંડની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. આ રીતે મનપા દંડના વસૂલી શકે. આવો કોઈ આદેશ કેન્દ્ર અથવા તો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો નથી. અડાજણની આ ઘટનાની તપાસ કરીશું આવું ડૉ. આશિષ નાયક એટલે કે, સુરત મનપાનાં આરોગ્ય કમિશનરએ કહ્યું હતું.

વેક્સિન કેમ નથી લીધી, એવું કહીને 1000 રૂપિયાની રસીદ પકડાવી દીધી:
પંકજ દુબેએ જણાવ્યું હતું કે, 30 માર્ચનાં રોજ મનપાના કર્મચારીઓ અહીં આવ્યા હતા. ફરી પાછાં 2 એપ્રિલે આવ્યા હતાં ત્યારે મેં તેમને કહ્યું હતું કે, ‘દિલીપ દુબે આજે વેક્સિન લઈ લેશે.’ પછી તેઓ જતા રહ્યા પણ થોડીવારમાં પરત ફરીને કહ્યું કે, ‘તેમણે હજુ રસી નથી લીધી.’ આટલું બોલીને તેમણે 1,000 રૂપિયાના દંડની રસીદ પકડાવી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *