માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો: 3 વર્ષના બાળકનું ચુંબક ગળી જવાથી થયું મૃત્યુ, હોસ્પિટલ પર લાગ્યા ગંભીર આરોપ

મધ્યપ્રદેશના ઇન્દોરમાં ત્રણ વર્ષના માસૂમ બાળકે ચુંબક ગળી ગયું છે. ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કર્યા પછી બાળકનું મોત થયું હતું. ત્યારબાદ બાળકના સંબંધીઓએ આરોપ લગાવ્યો હતો કે, હોસ્પિટલે બાળકને એનેસ્થેસિયાનો ઓવરડોઝ આપ્યો હતો, જેના કારણે બાળકનું મોત થયું હતું.

આ ધટના ઈન્દોરના ગુમસ્તાનો છે. ત્યાંના રહેવાસી સુનીલ તિવારીના ત્રણ વર્ષના પુત્ર કબીર તિવારીએ થોડા સમય પહેલા જ એક રમકડાનું ચુંબક ગળી ગયો હતો. ત્યારબાદ પરિવારના સભ્યો તેને અરિહંત હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલના ડોક્ટરે ઓપરેશન કર્યું અને બાળકના પેટમાંથી ફસાયેલ ચુંબકને બહાર કાઢી નાખ્યું, પરંતુ ઓપરેશન પછી બાળક હોશમાં ન આવતા તેમનું મૃત્યુ થયું હતું.

સોમવારની વહેલી સવારે 3-વર્ષના કબીર તિવારીનું મૃત્યુ થયું. જે મામલે પરિવારે ચંદનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, એનેસ્થેસિયાનો ઓવરડોઝ અને ઓપરેશન પછી ધ્યાન ન રાખવાનો આરોપ લગાવ્યો છે, ત્યારબાદ બાળકને પોસ્ટ મોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, સિલિકોન સિટીમાં રહેતા સુનીલ તિવારીના પુત્ર કબીર તિવારીએ 29 જુલાઈએ મેગ્નેટિક સ્ટાર (ચુંબક) ગળી ગયો હતો. પરિવારને જાણ થતાં જ તેઓએ તેમના બાળરોગ ડોક્ટર પાસે તપાસ કરાવી હતી.

ત્યાંથી નિર્દોષને અરિહંત હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાયો હતો. જ્યાં હોસ્પિટલમાં એક્સ-રે રિપોર્ટમાં બાળકના ગળામાં ચુંબક અટવાયેલું જોવા મળ્યું હતું. ત્યાર બાદ, બાળકની ગંભીર હાલત જોઈને હોસ્પિટલે તેની દવા સાથે સારવાર કરી પરંતુ તેનાથી પણ કંઈ ફરક પડ્યો નહીં. ત્યારબાદ 4 ઓગસ્ટ અને 7 ઓગસ્ટના રોજ પરિવારના સભ્યોએ ડોકટરોની સૂચના મુજબ સારવાર કરવાનું ચાલુ રાખ્યું. અંતે સોમવાર 9 ઓગસ્ટના રોજ એન્ડોસ્કોપી દ્વારા ચુંબકને કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો. જ્યારે બાળક તેની માતા અને પિતા સાથે સવારે હોસ્પિટલ પહોંચ્યું ત્યારબાદ ઓપરેશન શરૂ થયું. રાત્રે 8.30 વાગ્યે શરૂ થયેલ ઓપરેશન રાત્રે 9.20 સુધી ચાલ્યું હતું.

ડો.મયંક જૈન અને ડો.સોનલ નિવસરકર અને ઓપરેશન કરનાર અન્ય સ્ટાફે બાળકના શરીરમાંથી ચુંબક કાઢીને તેને ચાઇલ્ડ વોર્ડમાં મોકલમાં આવ્યો હતો, પરંતુ ત્યાં માસૂમ કબીરની માતાએ જોયું કે, તેના બાળકનું શરીર ઠંડુ પડી રહ્યું છે. પરંતુ તે દરમિયાન કોઈએ કાળજી લીધી નહીં અને થોડા સમય પછી બાળકનું મૃત્યુ થયું હતું.

ચંદન નગર પોલીસ સ્ટેશનના અધિકારી યોગેશ તોમરે જણાવ્યું હતું કે, 3 વર્ષના બાળકના મોતની એક ધટના સામે આવી છે. જ્યાં બાળકના પિતાએ આક્ષેપ મુક્યો છે કે, એનેસ્થેસિયાના ઓવરડોઝને કારણે તેના પુત્રનું મોત થયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

બાળકના પિતાનું કહેવું છે કે, હોસ્પિટલમાં તેના બાળકના ગળામાંથી ચુંબક કાઢી નાખવામાં આવ્યું હતું. પરંતુ ઓપરેશન પછી તેના બાળક હોશમાં આવ્યો ન હતો. તેને બેભાન કરવાની દવાનો ઓવરડોઝ આપવામાં આવ્યો હતો, જેના કારણે આવું થયું હતું. ત્યારબાદ ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યું હતું. જે લોકો આ ધટના માટે જવાબદાર છે તેમની ધરપકડ થવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *