સોશિયલ મીડિયા પર અવારનવાર હેવાનિયતની તમામ હદો પાર કરી દે એવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી એક ઘટના સામે આવી છે. આજના સમયમાં નાની એવી બાળકી પણ નરાધમોથી સુરક્ષિત રહી નથી. આપણને વ્યથિત કરી દે તેવી એક ઘટના સામે આવી રહી છે.
8 વર્ષીય એક માસુમ બાળકી જ્યારે દુકાન પર ચીજ-વસ્તુ લેવા માટે જઈ રહી હતી ત્યારે એક વ્યક્તિ તેને ફોસલાવીને લઈ ગયો હતો. જંગલમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારપછી ગળુ દબાવીને એની હત્યા કરી દેવામાં આવી હતી.
હેવાનિયતની તમામ હદ તો ત્યારે આવી કે, જ્યારે આ હવસખોરે આ માસુમ બાળકીના મૃતદેહને સૂકા કુવામાં ફેકીને તેની ઉપર મોટા-મોટા પથ્થર નાખી દીધા હતાં. આ ઘટનાના એક દિવસ પછી પીપરીના જંગલામાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. આરોપી 3 દિકરીનો પિતા છે.
ડોક્ટરોના જણાવ્યા મુજબ મેડિકલ બોર્ડ મારફતે કરાવવામાં આવેલ પોસ્ટમોર્ટમમાં બાળકીની સાથે દુષ્કર્મ કર્યું હોવાની પુષ્ટી થઈ છે. આની ઉપરાંત બાળકીના હાથ-પગના હાડકા પણ તૂટી ગયાં છે. CCTV ફુટેજને આધારે પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
પિતાએ કહ્યું કે, દિકરી પાછી નહીં આવી તો શોધતા રહ્યા :
ગામના એક વ્યક્તિએ કહ્યું હતું કે, હિંડૌનક્ષેત્રની રહેવાસી આ 8 વર્ષિય બાળકીના પિતા નદબઈમાં મજૂરી કરી રહ્યાં છે. ધોરણ 3માં અભ્યાસ કરતી તેમની દિકરીને તેની માતાએ બપોરના સમયે દુકાન પર સામાન લેવા માટે મોકલી ત્યારે સાંજ સુધી તે પાછી ફરી ન હતી. જેથી એની વ્યાપક શોધખોળ કરવામાં આવી હતી પરતું તેની જાણ ન થતા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.
CCTVના આધારે હવસખોરની કરી ધરપકડ :
માસૂમના પિતાની ફરિયાદને આધારે પોલીસ દ્વારા શ્રમિકોના રહેઠાણ નજીક આવેલ એક ઓઈલ મિલનો CCTV કેમેરાની તપાસ કરવામાં આવી હતી, જેમાં ખેડી દેવીસિંહનો રહેવાસી રાજેશ જાટવ બાળકીની સાથે દેખાયો હતો. રાજેશની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. રાજેશ 3 દિકરીનો પિતા છે. તે મજૂરીનું કામ કરે છે તેમજ શરાબી છે. ઘટનાસ્થળ પરથી FSL તથા SDRF ટીમે પુરાવા એકત્ર કર્યાં છે.
આ ઘટનામાં સ્થાનિક ધારાસભ્ય જોગોંદ્ર સિંહ અવાનાએ આરોપીને તાત્કાલિક ફાંસી થાય એની માટે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, ગુનેગારને એવી સજા મળવી જોઈએ કે જેથી ભવિષ્યમાં પણ આવા પ્રકારની કોઈ હરકત ન કરે. ગુના પ્રત્યે લોકોમાં ભયનો માહોલ ફેલાવવો જોઈએ. આ ઘટના રાજસ્થાનમાંથી સામે આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.