અંકલેશ્વરમાં 3 વર્ષની બાળકીને રમાડવા લઈ જવાના બહાને દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ

Published on Trishul News at 5:34 PM, Thu, 31 August 2023

Last modified on August 31st, 2023 at 5:39 PM

3 year old girl was raped in Ankleshwar: રાજ્યમાં નાની બાળકીઓ સાથે દુષ્કર્મ થવાની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લેતું. દરરોજ એક નવી ઘટનાઓ બનતી રહે છે. તેમાં હાલ રાજ્યના અંકલેશ્વર જીલ્લામાં 3 વર્ષની નાની બાળકી પર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી રહે છે. અંકલેશ્વરમાં કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર એક સિક્યોરીટી ગાર્ડની માત્ર 3 વર્ષની બાળકી પર એક ઉતર પ્રદેશના કારીગરે દુષ્કર્મ(3 year old girl was raped in Ankleshwar) આચર્યું હતું. તે આરોપીને રાજ્યની પોલીસે મુંબઈના થાણેમાંથી ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના ઔદ્યોગિક વસાહત ના રહેણાંક વિસ્તારમાં વસવાટ કરતી ત્રણ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરવાનો બનાવ બનતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો. થોડા સમય અગાઉ બાળકી ઘરના આંગણામાં રમી રહી હતી. તે દરમિયાન, પડોશમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના ઉનાવાના રામુ પ્રભુદયાલ રાજપૂતની નજર ત્રણ વર્ષની બાળકી ઉપર બગડી હતી.

ઘર આંગણામાં રમી રહેલી બાળકીને પોતાના ઘરે રમવા માટે બોલાવી હતી અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પરંતુ બાળકી મોટેથી રડવા લાગી હતી જેના કારણે રામુએ તેને છોડી દીધી હતી. બાળકી રડતા રડતા તેના ઘરે પહોંચી હતી અને બાળકીની ખરાબ હાલત જોઈને સમગ્ર ઘટના અંગે પરિવારજનોને જાણ થઈ હતી.

પરિવારજનો દ્વારા બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને માહિતી મળતાની સાથે જ GIDC પોલીસે ગુનો નોંધ એને આરોપીની ધરપકડ કરવા માટે ચક્રોગતિમાન કર્યા હતા. પોલીસે ત્રણ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આનસરનાર મને મુંબઈના થાણેની કપૂર વાવડી ખાતેથી ધરપકડ કરી લીધી છે.

Be the first to comment on "અંકલેશ્વરમાં 3 વર્ષની બાળકીને રમાડવા લઈ જવાના બહાને દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ"

Leave a comment

Your email address will not be published.


*