રાજકોટમાં હાર્ટએટેકએ લીધો વધુ ત્રણ યુવકોના ભોગ- 3 પરિવારના કુલદીપક બુઝાતા આક્રંદ

Published on Trishul News at 6:22 PM, Wed, 20 September 2023

Last modified on September 20th, 2023 at 6:23 PM

3 youths die of heart attack in Rajkot: કોરોના કાળ પછી સૌથી મોટી સમસ્યા યુવાઓ માટે ઉભી થઈ છે. કારણ કે યુવાઓમાં હાર્ટ એટેકના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે.જેને લઇને મેડિકલ જગત પણ ખુબ ચિંતિત છે અને આ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે લોકો ખુબ મહેનત કરી રહ્યા છે.

આવી સ્થિતિ વચ્ચે હૃદય રોગના હુમલાને પગલે રાજકોટમાં(3 youths die of heart attack in Rajkot) વધુ ત્રણ વ્યક્તિના મોત નિપજયા હોવાનું સામે આવતા લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો છે.બીજી બાજુ ત્રણ પરિવારના કંધોતરના મોતને લઈ પરિવારના લોકોમાં પણ કાળો કલ્પાત ફેલાયો છે અને પરિજનોના જાણે આંસુ ન સુકાતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

છાતીમાં દુ:ખાવો ઉપડવાની ફરિયાદ સાથે કરાયા હતા દાખલ
રાજકોટમાં છેલ્લા 24 કલાકના સમયગાળા દરમિયાન વધુ ત્રણ યુવાનોના હાર્ટ એટેકને પગલે મોત નિપજ્યાનું સામે આવી રહ્યું છે. રાજકોટ પંથકમાં રહેતા કિશન ધાબેલીયા, રાજેન્દ્રસિંહ વાળા અને મહેન્દ્ર પરમાર નામના ત્રણેય વ્યક્તિઓએ છાતીમાં દુ:ખાવો ઉપડવાની ફરિયાદ કરતા તેઓને પરિવારના લોકો દ્વારા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર કારગત ન નિવડતા ત્રણેયના યુવાનોએ હોસ્પિટલ બિછાને આખરી શ્વાસ લીધા હતા. જે પછી ફરજ પરના ડોક્ટર ત્રણેયના મોત થયા હોવાનું જાહેર કર્યું હતું.

પરિજનોમા છવાયો શોક
કિશન ધાબેલીયા, રાજેન્દ્રસિંહ વાળા અને મહેન્દ્ર પરમાર નામના 26 વર્ષીય, 40 વર્ષીય અને 41 વર્ષીય વ્યક્તિનો કાળમુખા હાર્ટ એટેકે ભોગ લેતા ચકચાર મચી છે. આ ત્રણેય અલગ અલગ બનાવને લઈને સિવિલ હોસ્પિટલ ચોકી દ્વારા સંબંધિત પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે નોંધ કરી કાર્યવાહી આગળ ચાલુ કરી છે. બીજી બાજુ 3 પરિવારે પોતાના ઘરના આધાર સ્થંભ ગુમાવવા પરિજનો શોકના સાગરમાં ડૂબ્યા છે.

Be the first to comment on "રાજકોટમાં હાર્ટએટેકએ લીધો વધુ ત્રણ યુવકોના ભોગ- 3 પરિવારના કુલદીપક બુઝાતા આક્રંદ"

Leave a comment

Your email address will not be published.


*