સુરત નેશનલ હાઇવે 48 પર એક સાથે 10 વાહનોનો ગમખ્વાર અકસ્માત, 4 બસ, 4 કાર, 2 ટ્રકની ટક્કર

10 vehicles accident together in Surat: સુરતમાંથી પસાર થતો નેશનલ હાઇવે હવે અકસ્માતનું ‘ઘર’ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે અકસ્માતના બનાવો રોજ ને રોજ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે નેશનલ હાઈવે નંબર 48 પર ગત મોડી રાત્રે મોટા અકસ્માતનો(10 vehicles accident together in Surat) કિસ્સો સામે આવ્યો છે.જેમાં કોસંબા તરફના માર્ગ પર સુરતના કીમ ચાર રસ્તા એક પછી એક 10 જેટલા વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા ચકચાર મચી ગયો છે. તે જગ્યા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

4 લક્ઝરી બસ, 4 કાર અને 2 ટ્રક વચ્ચે અકસ્માત
મળતી માહિતી અનુસાર સુરત શહેરમાં પેસેન્જર્સ ભરવાની લ્હાઇમાં હાઇવે પર અડચણરૂપ, જોખમી રીતે લકઝરી બસો થોભાવી ચાલકો આડેધડ પેસેન્જર ભરતા હોવાની ભૂતકાળમાં અનેક વખત રાવ ઉઠી હતી. ત્યારે હાઇવે પર પેસેન્જર ભરવા ઉભી રહેલી લકઝરી બસોને કારણે જ આ અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી રહી છે. લકઝરી બસ એકાએક ઉભી રાખતા પાછળ ધડાકાભેર એક પાછળ એક અન્ય વાહનો અથડાઈ હતા.

અકસ્માતમાં અનેક વાહન ચાલકોને પહોંચી ઈજા
4 જેટલી લકઝરી બસો, 4 જેટલી કારો, 2 ટ્રક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અનેક વાહન ચાલકોને ઘણી ઇજાઓ પહોંચી હોવાનું પણ સામે આવી રહ્યું છે. અકસ્માતની આ ઘટનાને પગલે ક્ષણિક અફરાટફરીનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ માર્ગ પર ટ્રાફિક જામ પણ ઘણો સર્જાયો હતો. માહિતી અનુસાર નેશનલ હાઇવે પર પેસેન્જ ભરવા વાહનો ઉભા રાખી દેવામાં આવે છે.જેને લઈને નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાતા હોવાથી તેને અંકુશમાં રાખવા માટે નિયમ અને ચેકીંગ કરવામાં સહિતની કાર્યવાહીની માંગ ઉભી થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *