પુરની સ્થિતિ સર્જાતા ખેડૂતોને રાતા પાણીએ રોવાના દહાડા, કપાસ, મગફળી, એરંડા અને અડદના પાકમાં ભારે નુકસાન

Heavy loss to farmers due to floods: ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ખાબકી રહેલો વરસાદ કેટલાક વિસ્તારોમાં આશીર્વાદ રુપ સાબિત થઈ રહ્યો છે, તો કેટલાક વિસ્તારોમાં…

Heavy loss to farmers due to floods: ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ખાબકી રહેલો વરસાદ કેટલાક વિસ્તારોમાં આશીર્વાદ રુપ સાબિત થઈ રહ્યો છે, તો કેટલાક વિસ્તારોમાં આ ભારે વરસાદે તારાજી સર્જી ચુક્યો છે. ભારે વરસાદને પગલે ખેડૂતો સહિત લોકોને ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વેપારીઓની દુકાનો અને લોકોના ઘરોમાં(Heavy loss to farmers due to floods) પાણી ઘુસી જતાં માલ-સામાનને મોટાપાયે નુકસાન થયું છે. તો અવિરત વરસાદથી કેટલાક વિસ્તારોમાં ખેતીના પાકને પણ નુકસાન થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

ભરૂચની જૂની બજાર, કતોપર બજાર અને ફૂરજા વિસ્તારમાં નુકસાન
આ વર્ષ નર્મદા ડેમ પહેલીવાર સંપૂર્ણ ભરાઈ જતાં ડેમમાંથી નર્મદા નદીમાં પાણી ઠાલવવામાં આવ્યું હતું. જેના કારણે ભરૂચ, અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. શહેરની અનેક સોસાયટીમાં નદીના પાણી ઘુસી ગયા હતા. ત્યારે હવે ભરૂચની બજારોમાંથી પૂરના પાણી ઉતર્યા બાદ નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જૂની બજાર, કતોપર બજાર અને ફૂરજા વિસ્તારમાં વેપારીઓના માલ-સામાનને મોટાપાયે નુકસાન થયું છે. અનાજ, કઠોળ સહિતના માલને ભારે નુકસાન થયું છે.

ઘરમાં પાણી ભરાતા ઘરવખરીને મોટું નુકસાન
બીજી બાજુ ભરૂચના અંકલેશ્વર રોડ પરની સુન્દરમ્ સોસાયટીમાં પૂરના પાણીથી ભારે નુકસાન સર્જાઈ રહ્યું છે. લોકોના ઘરમાં પાણી ભરાતા ઘરવખરીને મોટું નુકસાન છે. પૂરના પાણી ઉતર્યા બાદ સામે આવ્યા તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભરૂચના અંકલેશ્વરની શિરોમણી સોસાયટીમાં પણ પૂરના પાણીથી ઘણું નુકસાન થયું છે. સોસાયટીમાં લોકોની ઘરવખરી, અનાજ સહિત ઇલેક્ટ્રોનિક સામાનને ભારે નુકસાન થયું છે.

બનાસકાંઠામાં વરસાદથી અનેક ખેડૂતોને થયું નુકસાન
બનાસકાંઠા જિલ્લામાં પડેલા વરસાદથી ખેતીમાં નુકસાન થયું છે. ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાતા કપાસ, મગફળી, એરંડા અને અડદના પાકમાં ભારે નુકસાન પોહાચ્યું છે. પાકમાં નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ડીસાના થેરવાડા પંથકમાં ધોધમાર વરસાદથી બાજરીના પાકને નુકસાન થયું છે. ખેતરોમાં કાપીને રાખેલી બાજરી વરસાદમાં પલળી જતાં ખુબ નુકસાન થયું છે.

અનેક નદીઓમાં આવ્યું હતું ઘોડાપૂર
મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં શનિવાર રાતે ધીમીધારે વરસાદ શરૂ થયા પછી રવિવારે મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. ભારે વરસાદને પગલે અનેક તાલુકાઓમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. રાજ્યના ડેમો છલોછલ ભરાઈ જતાં તેમાંથી પાણી છોડવાની ફરજ પડી હતી.

જેના કારણે નદીઓમાં પાણીની આવક થતાં નદીઓ ગાંડીતૂર બની ગઈ હતી. ત્યારે પછી નદી કિનારે આવેલા ખેતરોમાં નદીના પાણી ઘૂસ્યા હતા. ખેતરો પૂરમાં ફરવાઈ ગયા હતા, તો કેટલીક સોસાયટીઓ અને નદીકાંઠા વિસ્તારમાં આવેલા ગામોમાં પાણી ઘુસી જતાં લોકોની ઘરવખરીને મોટું નુકસાન થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *