વડોદરા(Vadodara): શહેર પાસે આવેલા કોટંબી(Kotambi) નજીક ગઈકાલે રાત્રે એસટી બસની અડફેટે(Accident) અકસ્માત સર્જાતા બાઇકસવાર બે સગા ભાઈ સહિત 3 યુવાનનાં ઘટનાસ્થળે જ મોત(3 youths died) નીપજ્યાં હતાં. સમગ્ર ઘટનાની જાણ થતાં જરોદ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ત્રણેય યુવાનના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જરોદ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા અને આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, અમરેશ્વપુરા ગામના ત્રણ યુવાન રાત્રે 8.15 વાગ્યે જરોદથી અમરેશ્વર પુરા ગામ બાજુ જઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ વડોદરા-હાલોલ રોડ પર કોટંબી ચોકડી પાસેથી તેઓ જઈ રહ્યા હતા, ત્યારે આ સમય દરમિયાન ગાંધીનગરથી પાવાગઢ બાજુ(GJ-18-Z-4692)નંબરની એસટી બસ જઈ રહી હતી. આ એસટી બસે ત્રણ બાઇકસવારોને જોરદાર ટક્કર મારી અડફેટે લીધા હતા.
સમગ્ર ઘટનામાં અમરેશ્વરપુરા ગામના બે સગા ભાઇ રોશન નટુ વસાવા, રવિ નટુ વસાવા અને રાજેશ નાયક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને ત્રણેય લોકોના ઘટનાસ્થળે જ દર્દનાક મોત થયાં હતાં. આ ગમખ્વાર અકસ્માતને લીધે હાઇવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. અકસ્માત પછી હાઇવે પર લોહીની નદી વહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ટ્રકને ઓવરટેક કરવા જતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની ઘટનાને પગલે આજુબાજુ રહેતા લોકોનાં ટોળાં પણ ભેગા થઈ ગયાં હતાં. ત્રણ યુવાનનાં મોત થતાં ચકચાર મચી જવા પામી હતી. આ અકસ્માતની ઘટનાને પગલે મૃતકના પરિવારજનો પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને તેમના આક્રંદે વાતાવરણને શોકમય બનાવી દીધું હતું. બે સગા ભાઈનાં મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ અકસ્માતની ઘટનાની જાણ થતાં જ જરોદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આ મામલે તપાસ શરૂ કરી દીધી હતી. ત્રણેય યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.