વલસાડમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ ઉપર પોલીસ ત્રાટકી- ભાજપ કાર્યકરો અને હોદ્દેદારો સહિત 15 નબીરા ઝડપાયા

વલસાડ(Valsad): શહેરમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ(High profile alcohol party)માં પોલીસ દ્વારા દરોડા પાડતા રંગમાં ભંગ પડ્યો હતો. મળતી માહિતી અનુસાર, શહેરના પોસ વિસ્તારમાં આવેલી આદર્શ સોસાયટીમાં…

વલસાડ(Valsad): શહેરમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ(High profile alcohol party)માં પોલીસ દ્વારા દરોડા પાડતા રંગમાં ભંગ પડ્યો હતો. મળતી માહિતી અનુસાર, શહેરના પોસ વિસ્તારમાં આવેલી આદર્શ સોસાયટીમાં ચાલતી દારૂની મહેફિલ પર વલસાડ પોલીસ(Valsad Police) દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. રેઇડમાં PI સહિત મોટો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસની આ કાર્યવાહીમાં સોસાયટીના મકાન નંબર 8ના ટેરેસ પર ચાલતી દારૂની મેહફીલ માણતા ભાજપ કાર્યકરો(BJP workers) અને હોદ્દેદારો સહિત 15 નબીરાએ ઝડપાયા હતા. પોલીસ દ્વારા આ સાથે દારૂની બોટલો અનેમોંઘીદાટ કાર પણ જપ્ત કરવામાં આવી હતી.

જો વાત કરવામાં આવે તો આ હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલમાં વલસાડ નગર પાલિકાના માજી પાલિકા સભ્યના પતિ તેમજ ભાજપના હોદ્દેદારો અને નબીરાઓને જન્મદિવસની ઉજવણી કરવી ભારે પડી ગઈ હતી. મળતી માહિતી અનુસાર, માજી પાલિકા સભ્યના પતિ અને ભાજપના હોદ્દેદાર તેમજ ભાજપ શહેર યુવા મોરચા પ્રમુખ સહિત મોટા ઘરના નબીરાઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા.

મહત્વનું છે કે, વલસાડ પોલીસ દ્વારા રોકડ રકમ, દારૂની બોટલ, 20થી વધુ મોબાઈલ ફોન સહિત 7 વાહનો મળી કુલ 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

સાથે જ મોંઘીદાટ કાર, મોંઘા મોબાઈલ અને હાઇફાઈ દારૂની બોટલો પણ મળી આવી હતી.

પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ રાજકીય વગ ધરાવતા હોવાથી અડધી રાત્રે પોલીસ સ્ટેશન પર મોટી સંખ્યામાં અનેક જાણીતા ચહેરાઓ પણ આવી પહોંચ્યા હતા.

જોકે, પોલીસ દ્વારા કોઈપણ જાતની શેહ શરમ કે ડર રાખ્યા વિના તમામ નબીરાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આમ વલસાડ શહેરની મધ્યમાં જન્મદિવસની ઉજવણીને કારણે રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓએ દારૂની મેહફીલ યોજવાને લઈને જિલ્લાના રાજકારણમાં પણ હાહાકાર મચી જવા પામ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દારૂની હાઇપ્રોફાઇલ મહેફિલ ઝડપાતા આખા વલસાડમાં ચર્ચા તેજ થવા પામી છે. બ્રાન્ડેડ કારની સાથે ટુ વ્હિલર મળીને કુલ સાત જેટલા વાહનો મળી આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *