યુક્રેનના પ્રસિદ્ધ 33 વર્ષીય અભિનેતાએ પોતાના દેશ માટે જીવ આપી દીધો- અભિનય છોડી આર્મીમાં જોડાયા હતા

રશિયા-યુક્રેન યુધ્ધને(Russia-Ukraine war) કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેમજ યુદ્ધ કરી રહેલા હજારો યુક્રેનના સૈનિકોએ પણ જીવ ગુમાવ્યા છે. જાણવા મળ્યું છે કે,…

રશિયા-યુક્રેન યુધ્ધને(Russia-Ukraine war) કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેમજ યુદ્ધ કરી રહેલા હજારો યુક્રેનના સૈનિકોએ પણ જીવ ગુમાવ્યા છે. જાણવા મળ્યું છે કે, યુક્રેનના પ્રસિધ્દ એક્ટર(Famous Ukrainian actor Pasha Lee) પણ પોતાના દેશની રક્ષા માટે અભિનય છોડીને ટેરિટોરિયલ ડિફેન્સ યુનિટમાં(Territorial Defense Unit) જોડાયા હતા. મળતી માહિતી અનુસાર આ એક્ટરનું નામ પાશા લી છે. પરંતુ તેમણે આ યુદ્ધ દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો છે.

Odessa International Film Festival એ એક પોસ્ટ શેર કરી:
રશિયન ગોળીબારમાં પ્રખ્યાત યુક્રેનિયન અભિનેતા પાશાનું મોત થયું છે. પાશા ફ્રન્ટલાઈનમાં રહીને સેનાની સૂચનાઓનું પાલન કરી રહ્યો હતો. આ દરમિયાન, 6 માર્ચે ઇરપિન બોમ્બ વિસ્ફોટમાં તેનું મૃત્યુ થયું હતું. આ માહિતી ઓડેસા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા શેર કરવામાં આવી છે. તેઓ 33 વર્ષના હતા. યુદ્ધ શરૂ થતાં જ પાશાએ તેની અભિનય કારકિર્દી છોડી દીધી. આ પછી તે યુક્રેનના ટેરિટોરિયલ ડિફેન્સ યુનિટમાં જોડાયો.

પાશાની કારકિર્દી:
મળેલી માહિતી અનુસાર પાશા લી પ્રખ્યાત યુક્રેનિયન અભિનેતા, ડબિંગ કલાકાર, ગાયક અને સંગીતકાર હતા. તેણે પોતાના કરિયરની શરૂઆત ટીવી કમર્શિયલથી કરી હતી. એક રીપોર્ટ અનુસાર તેણે 2006માં ફિલ્મ ‘સ્ટોલન્યા’થી ડેબ્યૂ કર્યું હતું. તેમની પ્રખ્યાત ફિલ્મોમાં ‘શેડો ઓફ ધ અનફોર્ગોટન એન્સેસ્ટર’, ‘ધ ફાઈટ રૂલ્સ’ અને ‘મીટીંગ્સ ઓફ ક્લાસમેટ્સ’નો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *