ગુજરાતના ભારતીય જનતા પાર્ટી ના યુવા મોરચામાં 35થી વધુ ઉંમરના હોદ્દેદારો પાસેથી રાજીનામા લખાવી, તેમને મંજૂર કરીને તે 35 વર્ષ સુધીના અન્ય કોઈ કાર્યક્ષમ યુવાનોને નિમણૂંક કરવા પ્રદેશ અધ્યક્ષ એ સૂચના આપી છે. સી.આર પાટીલે યુવા મોરચાના પ્રભારી પંકજ ચૌધરી અને પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટને આ સૂચના આપ્યા બાદ જિલ્લા અને તાલુકા સ્તરે હવે નિમણૂક પામેલા પદાધિકારીઓના જન્મના સર્ટિફિકેટની પણ ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે.
હાલ સુધી ભારતીય જનતા પાર્ટીમાં 35 વર્ષથી ઉપરના કાર્યકરોને પણ હોદ્દા તરીકે નિમણૂક કરવામાં આવતી હતી. જોકે હવે રાષ્ટ્રીય સંગઠનમાંથી આ વય મર્યાદા થી એક પણ દિવસ વધું હોય તો પણ તેમને હોદ્દો ન આપવાની નીતિનો ચુસ્તપણે અમલ કરવા માટેનું કહેવામાં આવ્યું છે.
પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ વચ્ચેની બેઠકમાં સૂચના બાદ ભાજપમાં ૬૦ વર્ષના નિયમોને સરકારે સિનિયરોને ઘરે બેસાડ્યા હતા. સારા નેતા હોય તેવા નેતાને પણ ઘરે બેસાડી દેવામાં આવ્યા છે. આ પદ્ધતિને યુવા મોરચામાં લાગુ કરી દેવામાં આવી છે. જેને કારણે યુવાન કાર્યકરને સ્થાન મળી શકે છે.
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ પ્રશાંત કોરાટ, પ્રદેશ મહામંત્રીશ્રી કૌશલ દવે, પ્રદેશ ઉપપ્રમુખ શ્રી મુકેશ રાઠવા, અમદાવાદ જિલ્લા પ્રમુખ રણવીર સિંહ , સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ હાપિક તમાલિયા, નવસારી જિલ્લા પ્રમુખ શ્રી શિરીશ ભટ્ટ, મહિસાગર જિલ્લા પ્રમુખ મયંક જોશી, પંચમહાલ જિલ્લા પ્રમુખ કિરણસિંહ ચૌહાણ, ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ હિતેશ ઓઝા, જૂનાગઢ જિલ્લા પ્રમુખ અશોક રાઠોડ આ તમામ નેતાઓને ઉંમર ૩૫ કરતાં વધુ હોવાનું ભાજપના જ આંતરિક સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.