કોરોના(Corona)ની મહામારીને ધ્યાનમાં રાખતા સરકાર(Government) દ્વારા માસ્ક(Mask) ફરજીયાત પહેરવાનાં નિયમની જાહેરાત કરવામાં આવી હતી. જયારે આ બે વર્ષના કપરાકાળમાં માસ્ક ન પહેરવા પર સરકાર દ્વારા 250 કરોડનો દંડ વસુલવામાં આવ્યો છે. આપવામાં આવેલ માહિતી અનુસાર ગુજરાત સરકાર(Government of Gujarat) દ્વારા પોલીસે બે વર્ષમાં 249 કરોડ 90 લાખ 61 હજાર 20 રુપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે. જયારે રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં માસ્ક પહેરવાના નિયમનો ભંગ કરનારા 36,26,572 જેટલા વ્યક્તિઓ પાસેથી 250 કરોડનો દંડ વસુલાયો છે. જયારે આ ટ્રાફિક નિયમોનું ભંગ(Violation of traffic rules) કરનારાઓ કરતા સાડા ત્રણ ગણો વધુ છે. આ કોરોના કાળમાં ગુજરાતમાં ટ્રાફિકના નિયમોના ભંગ કરનાર વાહન ચાલકો પાસેથી કુલ 1.70,કરોડ 80 લાખ 2 હજારનો દંડ 258 વસુલાયો છે.
ભંગ કરનારા જિલ્લામાંના નામ અને કેટલા લોકોએ માસ્ક ન પહેરતા દંડ ભર્યાની યાદી:
નિયમોનું ભંગ કરનારા 52 હજારથી વધુ નાગરિકો દ્વારા દંડ ભરવામાં ન આવ્યો:
મળતી માહિતી અનુસાર ગૃહ વિભાગે વિધાનસભામાં એક લેખિત જવાબ દ્વારા જણાવ્યું છે કે, નિયમોનો ભંગ કરનારાઓ સ્થળ પર દંડ ન ભરતા 52,907 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જયારે કહેવાય રહ્યું છે કે, રાજ્યમાં સૌથી વધારે દંડ ભરનાર જીલ્લો હોય તો એ અમદાવાદ છે. અમદાવાદના લોકો દ્વારા નિયમોનો ભંગ કરતા સૌથી વધારે દંડ ભરવામાં આવ્યો છે. અમદાવાદના 7 લાખ 73 હજાર 938 લોકોએ નિયમોનું ભંગ કરી માસ્ક ન પહેરતા દંડ ભર્યો હતો. આ બદલ કુલ 59 કરોડ 85 લાખ 74 હજાર 650 રુપિયા વસુલવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.