Earthquake in Kutch: ફરી એક વખત ગુજરાત (Earthquake in Gujarat)ની ધરા ધ્રુજી ઉઠી છે. જો વાત કરવામાં આવે તો કચ્છમાં વધુ એક વખત ભૂકંપ (Earthquake)નો આંચકો અનુભવાયો છે. ભૂકંપનો આંચકો આવતા રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 નોંધાઇ હતી. મળતી માહિતી અનુસાર, ભૂકંપ (Kutch)નું કેન્દ્રબિંદુ કચ્છના ખાવડાથી 39 કિલોમીટર દૂર નોંધાયુ છે.
મહત્વનું છે કે, ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કરને સદનસીબે જાનહાનિના કોઇ સમાચાર નથી, પરંતુ સ્થાનિકોમાં ભૂકંપને પગલે ડરનો અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભાવ:
વાત કરવામાં આવે તો કચ્છમાં મોડી રાત્રે 1.09 કલાકે ભૂકંપનો આંચકો અનુભાવયો હતો. રાત્રીના સમયે અચાનક ધરા ધ્રુજી ઉઠતા કેટલાક લોકો ઊંઘમાંથી ઉઠીને ભયના માર્યા પોત-પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. ભૂકંપને લીધે સ્થાનિકોમાં ફફડાટ ફેલાય જવા પામ્યો હતો. મોડી રાત્રે આવેલા ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.2ની નોંધાઈ છે. જ્યારે કેન્દ્રબિંદુ ખાવડાથી 39 કિલોમીટર દૂર નોંધાયું છે. ભૂકંપના આંચકાને કારણે હાલમાં નુકસાનના કોઇ સમાચાર નથી.
ભૂકંપ આવે તો જાણો શું કરવું જોઈએ ?
ભૂકંપના ઝટકા જેવા આવે તરત જ મોડું કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું જોઈએ. ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો જોઈએ. વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ જોઈએ. ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું જોઈએ. ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય જોઈએ. ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું જોઈએ. ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે. દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.