પૂર્વી ઈરાન (Eastern Iran) માં એક પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે. ઈરાનના સરકારી ટીવીના અહેવાલ મુજબ બુધવારે પેસેન્જર ટ્રેનના 4 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 10 મુસાફરોના મોત થયા છે. જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાંથી કેટલાકની હાલત નાજુક હોવાનું કહેવાય છે. અધિકારીઓને આશંકા છે કે અકસ્માતમાં મૃત્યુઆંક વધે.
ટ્રેન દુર્ઘટના રાજધાની તેહરાનથી લગભગ 550 કિલોમીટર (340 માઇલ) દૂર તાબાસ શહેરથી ઓછામાં ઓછા 30 માઇલ દક્ષિણપૂર્વમાં બની હતી. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, માનવામાં આવે છે કે ટ્રેન એક એક્સેવેટર સાથે અથડાઈ હતી.
ભૂતકાળમાં પણ થયા છે ટ્રેન અકસ્માતો
આ પહેલા 2004 સૌથી ખતરનાક ટ્રેન અકસ્માત હતો. આ અકસ્માતમાં 320 લોકોના મોત થયા હતા. જ્યારે 460 લોકો ઘાયલ થયા હતા. નેશાબુર શહેર પાસે પેટ્રોલ, ખાતર, સલ્ફરથી ભરેલી ટ્રેન અકસ્માતનો શિકાર બની હતી. આ અકસ્માતમાં 5-5 ગામો પ્રભાવિત થયા હતા. તે જ સમયે, વર્ષ 2016 માં ટ્રેન અકસ્માતમાં 40 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
ઈરાન વિશ્વમાં સૌથી ખરાબ ટ્રાફિક સેફ્ટી રેકોર્ડ ધરાવતા દેશોમાંનો એક છે. ટ્રાફિક કાયદાનું પાલન ન કરવું, અસુરક્ષિત વાહનો અને ઈમરજન્સી સેવાઓનો અભાવ ઈરાનમાં અકસ્માતોના મુખ્ય કારણો છે. ઈરાનના હાઈવે પર લોકો વારંવાર ટ્રાફિકના નિયમો તોડતા જોવા મળે છે. જેના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
One Reply to “એકસાથે ચાર ડબ્બા ટ્રેક પરથી ઉતરી જતા સર્જાયો ભયંકર ટ્રેન અક્સ્માત- 10 લોકોના મોત, 50 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ”