Bhavnagar Bor Lake News: થોડા દિવસ પહેલા જ નર્મદામાં ડૂબી જોવાના કારણે એક જ પરિવારના સાત જેટલા લોકોના અકાળે મોતની નીપજ્યા હતા. એ ઘટના હજી તો ભુલાય નથી ત્યાં ભાવનગરમાં આજે બે કિશોરી સહિત 6 ડૂબી ગયા હતા. જેમાંથી એકનો બચાવ થયો છે, ચારના મોત(Bhavnagar Bor Lake News) નીપજ્યાં છે, જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે.જેના કારણે અરેરાટી વ્યાપી જવા પામી છે.
પાંચ બાળકો ડૂબ્યા હતા તળાવમાં
મળતી માહિતી મુજબ, એક તરફ આકરી ગરમીનો પારો ઊંચકાયો છે ત્યારે બોરતળાવમાં નાહવા પડેલા પાંચ બાળકો પૈકી ચાર બાળકોના મૃત્યુ થયા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. જો કે ભાવનગરની 108 દ્વારા એક જીવિત અને એક મૃત બાળકીને ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બાળકો ડૂબી ગયા હોય તેને કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મૃતક અને જીવિત બાળકોમાં દીકરીના સમાવેશ
ભાવનગરના બોરતળાવમાં મફતનગર પાસે બનેલા બનાવમાં 108ના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ મૃતકોમાં રાશિબેન મનીષભાઈ ચારોલીયા વર્ષ 9, ઢીંગુબેન વિજયભાઈ પરમાર 8 વર્ષ, અર્ચનાબેન હરેશભાઈ ડાભી 17 વર્ષ, કોમલબેન મનીષભાઈ ચારોલીયા 13 વર્ષનાઓના મૃત્યુ થયા છે.
જ્યારે એક 13 વર્ષીય કિંજલબેન મનીષભાઈ ચારોલિયાનો આબાદ બચાવ થતા તેને ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ બનાવને લઈને સ્થાનિક તંત્ર દોડતું થઈ ગયું છે.
કઈ રીતે ડૂબ્યા બાળકો તળાવમાં
ભાવનગરના ફાયર વિભાગના ચીફ ઓફિસર પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 12.30 કલાકે અમને જાણ થઈ હતી તેથી અમે આવતા એક બાળક હોવાનું જણાવ્યું હતું. જો કે બાદમાં ખબર પડી હતી કે તે ઘરે પહોંચી ગયો છે. જ્યારે અન્ય પાંચ જેટલા બાળકો ડૂબ્યા હોય જેને 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મહિલાઓ તળાવના કાંઠે કપડાં ધોવા માટે આવતી હોય ત્યારે બાળકો પણ સાથે નાહવા માટે આવેલા જેના પગલે આ બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App