મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો અમદાવાદ-કચ્છ હાઈવે- કાર ડિવાઈડર કુદાવી આઈસર સાથે ટકરાતા 4 ના મોત, 3 ઈજાગ્રસ્ત

Ahmedabad-Kutch highway accident: અમદાવાદ-કચ્છ હાઈવે ઉપર ધ્રાંગધ્રા બાયપાસ પાસે એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે જો વિગતવાર વાત કરીએ તો સ્વીફ્ટ કારમાં ચાર વ્યક્તિ…

Ahmedabad-Kutch highway accident: અમદાવાદ-કચ્છ હાઈવે ઉપર ધ્રાંગધ્રા બાયપાસ પાસે એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે જો વિગતવાર વાત કરીએ તો સ્વીફ્ટ કારમાં ચાર વ્યક્તિ જતા હતા તે દરમિયાન કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પલ્ટી મારી ડિવાઈન્ડર સાથે અથડાઈ હતી. જેના કારણે કારમાં સવાર 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા,અને એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

જ્યારે આ અકસ્માતમાં(Ahmedabad-Kutch highway accident) ઈજાગ્રસ્ત થયેલાઓને 108 એમ્બ્યુલન્સ વાનમાં તાત્કાલિક સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા.આ અકસ્માતની ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં. અકસ્માતની ઘટનાની જાણ થતાં ધ્રાંગધ્રા પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માત થતા હાઇવે પર સર્જાયા ટ્રાફિકજામના દ્રશ્યો
આ અકસ્માતની ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં. અકસ્માતની ઘટનાની જાણ થતાં ધ્રાંગધ્રા પોલીસે તાકીદે બનાવના સ્થળે દોડી જઈ મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

લગ્નમાંથી ફર્ટ ફરતી વખતે સર્જાયો અકસ્માત
વધુમાં મળતી વિગતો મુજબ હળવદના ગોલાસણના યુવાનો લગ્નમાંથી પરત ફરતા આ બનાવ બન્યો છે અને 3 મૃતદેહને ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડ્યા છે. 4 લોકોને સુરેન્દ્રનગર સારવાર માટે લઇ જતાં 1નુ મોત થયુ છે. એક જ ગામના ચાર યુવાનોના મોત થતાં ગામ હિબકે ચડ્યું છે.

એક સાથે ચાર યુવકોના મોતને પગલે આખું ગામ હીબકે ચડ્યું
મૃતકોના નામમાં કિરણ મનુભાઈ સુરેલા, કરશનભાઈ ભરતભાઈ રાતૈયા, ઉમેશ જગદીશભાઈ ઉકેડીયા તથા કાનજીભાઈ ભૂપત રાતૈયા છે. તેમજ ઈજાગ્રસ્તના નામ કાનજીભાઈ રાયધનભાઈ સુરેલા તેમજ અમિતભાઇ જગદીશભાઈ ઉકેડીયા અન્ય એકનું નામ સામે આવ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *