સામાન્ય જનતાની થાળીમાંથી છીનવાયા મોંઘાદાટ શાકભાજી- આસમાની સપાટીએ પહોચ્યા લીંબુ, આદું, ટામેટાં સહિતના શાકભાજી

Vegetable Prices Hike: ગુજરાતમાં માવઠાના કારણે ડુંગરી બાદ મોટે ભાગની શાકભાજીઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. રાજ્યમાં બે દિવસ વરસેલા કમોસમી વરસાદની અસર બજાર પર પડી…

Vegetable Prices Hike: ગુજરાતમાં માવઠાના કારણે ડુંગરી બાદ મોટે ભાગની શાકભાજીઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. રાજ્યમાં બે દિવસ વરસેલા કમોસમી વરસાદની અસર બજાર પર પડી છે. અમદાવાદ સહીત અનેક શહેરોમાં શાકભાજીના ભાવમાં વધારો(Vegetable Prices Hike) જોવા મળી રહ્યો છે. ત્યારે રસોડામાં સ્વાદ વધારાતી શાકભાજીઓના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

તમને જણાવી દઈએ કે 60 રૂપિયે મળતા લીંબુના ભાવ રૂ.90 પહોંચ્યાં તો 70 રૂપિયે કિલો મળતુ આદુના ભાવ 120 પહોંચ્યાં છે. ટામેટાનો ભાવ 45 થી વધી રૂ.80 પહોંચ્યાં તો 25 રૂપિયા કિલો મળતી મેથીના ભાવ રૂ.50 પહોંચ્યાં છે. તમે જાણીને નવાઈ લાગશે કે શિયાળની શાકભાજી સાથે સાથે અન્ય શાકભાજીનો ભાવ પણ આસમાને પહોંચ્યો છે.

અમદાવાની બજારમાં જે ફણસી 45 રૂપિયામાં મળતી હતી એ હવે 80 રૂપિયા પ્રતિ કિલો મળી રહી છે. આટલું જ નહિ, 50 રૂપિયે કિલો મળતી ચોળીના ભાવ રૂ.90 થયા છે. ભીંડાના ભાવ 40 થી વધીને 65 થયા તો ગવારના ભાવ રૂ.65 થી વધીને રૂ.90 પહોંચ્યાં છે. 70 રૂપિયે કિલો મળતા ટીંડોળાના ભાવ રૂ.120 પર પહોંચ્યાં તો તુવેરના ભાવ 50 થી વધીને રૂ.90 થયા છે. આ સાથે વલોર પાપડીના 60 થી વધીને રૂ.100 થયા તો 30 રૂપિયે મળતા મરચાના ભાવ 60 રૂપિયા પહોંચ્યાં છે. બટાકાના કિલોના ભાવ 25 થી વધીને રૂ.40 થયા છે.

ત્યારે આ હાલ માત્ર અમદાવાની જ ગૃહિણીઓનો નથી રાજ્યના મોટે ભાગના દરેક શહેરોમાં શાકભાજીના ભાવમાં ૨૦ થી ૪૦ રૂપિયા સુધીનો વધારો થયો છે. સુરત સહિત અનેક મોટા શહેરોમાં ગૃહિણીઓનું બજેટ ખોળવાયું છે. તો વધતા જતા શાકભાજીના ભાવને લઈને ગૃહિણીઓ જણાવે છે કે વરસાદના કારણે ભાવ વધ્યા છે. શાકભાજીની આવક ઘટતાં ભાવમાં વધારો થયો છે. જેથી હવે અમારે તો શું ખાવું એજ નથી સમજાતું. આ સાથે તેમણે કહ્યું કે, મોંઘું પડે છે પણ લેવું તો પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *