Dwarka AC fire Incident: દ્વારકામાં આદિત્ય રોડ પર મકાનમાં આગ લાગતા એક પરિવાર આગમાં હોમાયો હોવાનું સામે આવ્યું હતું. દ્વારકાના આદિત્ય રોડ ખાતે આવેલા એક રહેણાંક મકાનમાં આગ લાગી હતી. જેમાં 4 લોકોના મોત નિપજ્યાં હતા. જેમાં 1 બાળકી, 2 મહિલા, 1 પુરુષનું મૃત્યુ થયું છે. વહેલી સવારે અંદાજે 4 વાગ્યાની આસપાસ ઘરમાં આગ લાગી હતી.ત્યારે આ ઘટનામાં સામે આવ્યું છે કે,એસીમાં વિસ્ફોટ થવાના કારણે આગ લાગી અને આગથી ફેલાયેલા ધૂમાડામાં(Dwarka AC fire incident) શ્વાસ રુંધાવવાને કારણે ચાર લોકોના મોત નીપજ્યા હતા.
એસીના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે એક ઘરમાં આગ લાગ્યા પછી ઘરમાં બાળકી સહિત પરિવારના ચાર લોકોના શ્વાસોશ્વાસ રુંધાવવાને કારણે મોત થયા છે.ત્યારે આ ઘટનામાં સામે આવ્યું છે કે,એસીમાં લાગેલી આગ આખા ઘરમાં ફેલાઈ હતી, પરંતુ પરિવાર ઘરમાં સૂતો હોવાથી તરત કોઈનું ધ્યાન ગયું નહોતું. આગ લાગ્યા બાદ ઘરનો વીજ પુરવઠો બંધ થઈ ગયો હોવાથી લોકોને શોધી શકાયા નહોતા, જેથી દરવાજા પર પણ ધ્યાન ગયું નહોતું.જેના કારણે ચાર લોકો જીવતા સળગી ઉઠ્યા હતા.
મૃતકના દાદી બચી ગયા હતા
સૂચના મળતા તુરંત ઘટનાસ્થળે પહોચેલા ફાયરબ્રિગેડના જવાનોએ જોયું કે ઘરના પહેલા માળે એક દંપતી અને તેમની બાળકી સહિત તેમના માતા બેભાન અવસ્થામાં પડેલા હતા. આ બનાવ પછી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તમામને મૃત જાહેર કર્યા હતા.જોકે, મૃતકના દાદી ગ્રાઉન્ડ ફ્લોર પર હોવાથી સુરક્ષિત બચી ગયા હતા. વધુ પડતી ગરમ થવાથી એસીમાં વિસ્ફોટ થયો હતો. આગનું સાચું કારણ જાણવા માટે ફોરેન્સિકના નિષ્ણાંતોને બોલાવવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ ઉપાધ્યાય (39), તેની પત્ની તિથિ (29), દીકરી ધ્યાના અને તેમના માતા ભવાનીબેન તરીકે કરવામાં આવી હતી. અકસ્માતનો કેસ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
ગૂગળી સમાજમાં ભારે શોકનો મોહોલ
આદિત્ય રોડ પર આવેલા ગૂગળી બ્રાહ્મણ સમાજના ચાર લોકોના મોત થયા હતા.ત્યારે આ ઘટનાથી સમગ્ર ગૂગળી સમાજમાં ભારે શોક વ્યાપી ગયો છે અને આ ઘટના લોકો માટે એક ચર્ચાનું કેન્દ્ર બની છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App