અરબી સમુદ્રમાં બનેલ ‘તેજ’ વાવાઝોડાંને લઈને મોટા સમાચાર- 125 થી 140 કિમી પ્રતિ કલાકની ઝડપે યમન-ઓમાનના દરિયાકાંઠે ટકરાશે

Published on Trishul News at 6:26 PM, Mon, 23 October 2023

Last modified on October 23rd, 2023 at 6:35 PM

ભારતીય હવામાન વિભાગે ગુજરાત માટે રાહતના સમાચાર આપ્યા છે. IMD અનુસાર ‘તેજ’ વાવાઝોડા(Cyclone Tej)નો ખતરો ગુજરાત પરથી ટળી ગયો છે. ‘તેજ’ વાવાઝોડું 24 ઓક્ટોબરે ઓમાન અને યમનના દરિયાકિનારે ટકરાશે. 140 કિમી પ્રતિ કલાકના ઝડપી પવન સાથે તે ઓમાન અને યમન પર વિનાશ વેરે તેવી શક્યતા દેખાય રહી છે. આ સાથે જ હવામાન વિભાગે જણાવ્યું હતું લે ‘તેજ’ વાવાઝોડાને કારણે ગુજરાતના વાતાવરણમાં પણ કોઇ મોટો ફેરફાર નહીં થાય.

થોડા દિવસ આગાઉ ભારતીય હવામાન વિભાગ (IMD)એ એલર્ટ જાહેર કર્યું હતું અને કહ્યું છે કે, ચક્રવાત ‘તેજ'(Cyclone Tej) રવિવારે અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થશે. જેના કારણે ગુજરાત પર તેની અસર જોવા મળશે. જો કે ખાનગી હવામાન વિભાગ સ્કાયમેટનો દાવો છે. ગુજરાતના માથેથી તેજ વાવાઝોડાનું સંકટ ટાળ્યું છે. સ્કાયમેટે દાવો કરતા જણાવ્યું છે કે ઉત્તર-પશ્ચિમી અરબી સમુદ્રમાં તેજ વાવાઝોડું સમાય જશે. ત્યારે આ વાવાઝોડું ઓમાન-યમન દરિયાકાંઠેથી પાકિસ્તાન તરફ વાવાઝોડું ફંટાશે. તેમજ ભારતના કોઇપણ સમુદ્ર તટ સાથે વાવાઝોડું ટકરાશે નહિ. આ વાવાઝોડું અરબી સમુદ્રમાં જોવા મળશે. જો કે દરિયામાં ઊંચા મોજા અને તેજ પવન ફુંકાશે.

માછીમારોને દરિયો ન ખેડવા સુચન  
તેજ વાવાઝોડાને લઈને સમુદ્ર તટ વિસ્તારોને એલર્ટ અપાયું છે. આ સાથે જ માછીમારોને ૫ દિવસ દરિયો ન ખેડવા સુચન આપ્યું છે. તેજ વાવાઝોડાના કારણે દરિયાના કેટલાક ભાગોમાં ભારે પવન ફુંકાવાની શક્યતાઓ વ્યકત કરવામાં આવી છે. જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભારતના કોઇપણ દરિયાઈ તટને નુકસાન પહોંચશે નહિ તેમ પણ જણાવ્યું હતું. આ સાથે જ ગુજરાતના દરિયા બંદરો પર એલર્ટ આપવામાં આવ્યું છે.

દ્વારકાના ઓખા બંદર પર અપાયું બે નંબરનું સિગ્નલ
ગુજરાત પર તેજ વાવાઝોદુનું સંકટ ટાળ્યું છે. જો કે સંભવિત વાવાઝોડાની અસર દરિયાના બંદરો પર જોવા મળી શકે છે. ત્યારે સાવચેતીના ભાગ રૂપે દ્વારકાના ઓખા બંદર પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જયારે જામનગરના બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સાથે જ વેરાવળ અને પોરબંદર પર પણ એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જે સૂચવે છે કે માછીમારોએ દરિયો હાલ ન ખેડવો જોઈએ. એમ કહી શકાય કે ગુજરાત પર તેજ વાવાઝોડાની સીધી અસર ટળી છે જો કે તેની અસર વર્તાય શકે છે.

Be the first to comment on "અરબી સમુદ્રમાં બનેલ ‘તેજ’ વાવાઝોડાંને લઈને મોટા સમાચાર- 125 થી 140 કિમી પ્રતિ કલાકની ઝડપે યમન-ઓમાનના દરિયાકાંઠે ટકરાશે"

Leave a comment

Your email address will not be published.


*