અમદાવાદમાં SVPI એરપોર્ટ પર શરૂ કરાયા નવા 4 ઇમિગ્રેશન કાઉન્ટર- લાંબી લાઇનમાં ઊભા રહેવાની ઝંઝટથી મળશે મુક્તિ

4 new immigration counters opened at Ahmedabad Airport: અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના મુસાફરોની સુવિધાઓમાં સતત વૃદ્ધિ કરી રહ્યું છે. ત્યારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી વિદેશ…

4 new immigration counters opened at Ahmedabad Airport: અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના મુસાફરોની સુવિધાઓમાં સતત વૃદ્ધિ કરી રહ્યું છે. ત્યારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી વિદેશ જતા પેસેન્જરોમાં વધારો થતા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બુધવારે મુસાફરો માટે ઈન્ટરનેશનલ ટર્મિનલ 1-2 ખાતે ડિપાર્ચરઈમિગ્રેશન કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે. નવા અને વિશાળ ઇમિગ્રેશન વિસ્તારને ખુલ્લો મુકાતા પ્રસ્થાન સમયે પ્રવાસીઓને વધુ સગવડ મળી રહેશે. આ સુવિધા પીક-અવર્સ દરમિયાન આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને વધુ કાર્યક્ષમ પ્રસ્થાનનો અનુભવ થશે.

હાલમાં આંતરરાષ્ટ્રીય ટર્મિનલ 17 એરલાઇન્સ દ્વારા અમદાવાદને વિશ્વના 14થી વધુ સ્થળો સાથે જોડતી દૈનિક સરેરાશ 2500 પેસેન્જર્સને પ્રસ્થાન સેવા પૂરી પાડે છે. અદ્યતન વિસ્તરણ પ્રોજેક્ટ એ સતત એલિવેટેડ પેસેન્જર અનુભવ પ્રદાન કરવાની SP એરપોર્ટની પ્રતિબદ્ધતાનો એક ભાગ છે. BVPI એરપોર્ટનો ઉદ્દેશ્ય પ્રક્રિયાઓ સુવ્યવસ્થિત અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઑપ્ટિમાઇઝ કરીને પ્રવાસીઓને સીમલેસ પ્રવાસનો અનુભવ પ્રદાન કરવાનો છે.

ઇમિગ્રેશન પ્રક્રિયા ઝડપી બનાવવા અને વેઈટીંગ સમય ઘટાડવા ટર્મિનલ 2 પરના નવા પ્રસ્થાન ઇમિગ્રેશન વિસ્તારને અત્યાધુનિક સુવિધાઓ અને તકનીકોથી સુસજ્જ બનાવાયો છે. જેનાથી મુસાફરોને પ્રદાન સેવાની ગુણવત્તામાં સુધારો થશે. તાજેતરમાં ઇન્ટરનેશનલ-ટુ-ઇન્ટરનેશનલ (I-to-I) ટ્રાન્સફર પેસેન્જર્સની બેઠક વ્યવસ્થાની ક્ષમતામાં વધારા સાથે પેસેન્જર કેન્દ્રિત ઇન્ટરનેશનલ ટર્મિનલ પર નવા આગમન હોલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ સૌંદર્યલક્ષી સાંસ્કૃતિક વિશેષતાઓ અને કાર્યક્ષમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સંયોજિત કરીને વિશ્વક ક્ષાનું ટ્રાવેલ હબ બનાવા ભણી અગ્રેસર છે. ટર્મિનલ 2 પરના ઉન્નત્તિકરણો મુસાફરોની વિકસતી જરૂરિયાતો સંતોષવાવાની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.

અત્રે નોંધનીય છે કે, સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના બ્યૂટિફિકેશન તેમજ કલ્ચરલ હાઈલાઈટ્સ દ્વારા ટર્મિનલ વર્લ્ડકલાસ ટ્રાવેલ હબ બનવા તરફ જઈ રહ્યું છે. જેના પરિણામે ઈન્ટરનેશનલ ટ્રાવેલિંગ કરતા પેસેન્જર્સને એરપોર્ટ પર આહલાદક અનુભવ થશે. ટર્મિનલ 2 ઈન્ટરનેશનલ પેસેન્જર્સની વધતી જતી જરૂરિયાતોને પૂર્ણ કરવા અને દરેક પ્રવાસને સંતોષપૂર્ણ બનાવવા માટે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ કટિબદ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *