દાનવીર કર્ણની ભૂમિ પર વધુ એક અંગદાન: સુરતના 17 વર્ષીય બ્રેઈનડેડ યુવકના અંગોના દાનથી 4 લોકોને મળશે નવજીવન

Organ Donation in Surat: સુરત શહેરમાં વધુ એક વખત અંગદાન થયું છે. ધો-12 માં અભ્યાસ કરતો 17 વર્ષીય બ્રેઈનડેડ વિદ્યાર્થીના અંગોનું દાન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીના અંગદાનથી(Organ Donation in Surat) 4 લોકોને નવજીવન મળશે.

ડોક્ટરોએ વિદ્યાર્થીને બ્રેઈન ડેડ જાહેર કર્યો
“જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર રેલવે કોલોનીમાં રહેતો અને ડુમસ રોડ પર આવેલી રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધો 12માં અભ્યાસ કરતો 17 વર્ષીય તથાગતપાર્થ પરશુરામ શાહ ગત તા. 19 જાન્યુઆરીએ પ્રી-બોર્ડ કેમેસ્ટ્રીની પરીક્ષા આપવા માટે શાળાએ જઈ રહ્યો હતો. ત્યારે સવારે 6.50 વાગ્યે Y જંક્શન નજીક એક ફોર વ્હીલર ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી હતી. જેને તત્કાલ સારવાર માટે નજીકની સનશાઈન ગ્લોબલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે અઠવાગેટ વિસ્તારની મેટાસ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. ડૉ.પ્રશાંત પટેલ, ડૉ. વી.એચ. એડીબામ, ડો. વત્સા પટેલ, ડો. રમેશ સુરતી, ડો. કેયુર ધામેલીયા સહિતની ટીમે તથાગતપાર્થને બ્રેઈન ડેડ જાહેર કર્યો હતો.

ડોક્ટરોના એકમતથી પરિવાર ભાંગી પડ્યો
પરિવારે આ બાબતે હૈદ્રાબાદ તથા સુરતના અન્ય ડોકટરની પણ સલાહ લીધી હતી. પરંતુ તમામના એકમતથી પરિવાર ભાંગી પડ્યો હતો, દર્દીના સ્નેહીજનોએ એસ.એસ.ચંપાવત, રાજસિંગ ચંપાવત અને દીક્ષિત ત્રિવેદી એ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ના ડૉ. નીલેશ કાછડિયા, વિપુલ તળાવીયા અને પી.એમ. ગોંડલિયાનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ અમારી ટીમે પરિવારને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું અને વહાલસોયા પુત્રના અંગદાન કરવાનો નિર્ણય ફેમિલિએ લઈને માનવતાનું મહાન કાર્ય કર્યું.

ચાર લોકોને નવજીવન આપવામાં આવશે
તથાગ તપાર્થના હૃદય, લીવર અને બે કિડનીનું દાન સ્વીકારી ચાર લોકોને નવજીવન આપવામાં આવશે. તેનુ હૃદય અમદાવાદની યુ.એન.મહેતા સને લીવર-કિડની અમદાવાદની IKDRC હોસ્પિટલે સ્વીકાર્યું હતું. બ્રેઇન્ડેડ વિદ્યાર્થીના પિતા પરશુરામ શાહની રેલવેના કોમર્શિયલ વિભાગમાં નોકરી કરે છે. પરિવારમાં માતા અને એક બહેન છે. અગાઉ બ્રેઇન્ડેડ મિત્રના અંગદાનથી આવેલ જાગૃતિને લઈ પિતાએ પણ પુત્રના અંગોનું દાન કરી સમાજમાં અંગદાન અંગેની જાગૃતતા ફેલાવી છે.