સુવિધાવાળી હોસ્પિટલની કેન્ટીનમાં બેદરકારી- અમદાવાદની SVPમાં દર્દી માટે વેજ. સૂપ મગાવ્યો તો જીવાત નીકળી, પરિવારજનો રોષે ભરાયાં

Published on Trishul News at 5:50 PM, Mon, 5 February 2024

Last modified on February 5th, 2024 at 5:53 PM

Ahmedabad SVP Hospital: અમદાવાદમાં AMC સંચાલિત SVP હોસ્પિટલમાં(Ahmedabad SVP Hospital) બેદરકારી સામે આવી છે. જેમાં દર્દીને આપાયેલા સૂપમાં જીવાત નીકળી છે. હોસ્પિટલમાં દર્દીના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. તેમજ સૂપમાં જીવાતનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. ત્યારે હોસ્પિટલ તંત્રની સુવિધાઓ પર સવાલો ઉઠ્યા છે. સૂપમાંથી જીવાત નીકળતા દર્દીનાં પરિવારજનો દ્વારા વીડિયો વાઇરલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય ઘણી સમસ્યાઓ વીડિયોમાં જણાવવામાં આવી છે.

દર્દીના સ્વજને સૂપ મંગાવતા તેમાંથી જીવાત નીકળી
દર્દીના સ્વજને સૂપ મંગાવતા તેમાંથી જીવાત નીકળી છે. ત્યારે હોસ્પિટલમાં દર્દીના સ્વાસ્થ સાથે ચેડા થઇ રહ્યા છે. જેમાં હોસ્પિટલને રજૂઆત કરતા ગ્રાહકનું કોઈ ન સાંભળતુ હોવાની ફરિયાદ પણ સામે આવી છે. દર્દી સાજો થવા જાય છે કે બીમાર પડવા તે સવાલ છે. હોસ્પિટલ તંત્રની સુવિધાઓ પર સવાલો ઉઠ્યા છે. પ્રાઇવેટ હોસ્પિટલ સમાન ચાર્જ વસૂલતી AMCની હોસ્પિટલની બેદરકારી સામે આવતા દર્દીઓમાં રોષ ફેલાયો છે.

કોન્ટ્રેક્ટ એજન્સીને નોટિસ આપીઃ હોસ્પિટલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના વડા ડો. ભાવિન જોશીએ જણાવ્યું હતું કે, આ બાબત મારા ધ્યાનમાં નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ મામલે તપાસ કરશે. SVP હોસ્પિટલના CEO ડો. સૌરભ પટેલે જણાવ્યું હતું કે, જીવાત નીકળી હોવા અંગેની એક ફરિયાદ મળી હતી. આ મામલે એપોલો સિંદુરી હોસ્પિટાલિટી મેનેજમેન્ટ કંપનીને નોટિસ આપવામાં આવી છે. આ કોન્ટ્રાકટ એજન્સીને નોટિસ આપી ખુલાસો માગવામાં આવ્યો છે.

ઘણી સમસ્યાઓ વીડિયોમાં જણાવવામાં આવી
અમદાવાદની SVP હોસ્પિટલ કે જેની સુવિધાઓ માટે ખૂબ વખાણાય છે. પરંતુ દર્દી માટે ત્યાંની કેન્ટીનમાંથી મગાવેલા સૂપમાંથી જીવાત નીકળતા દર્દીનાં પરિવારજનો દ્વારા વીડિયો વાઇરલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય ઘણી સમસ્યાઓ વીડિયોમાં જણાવવામાં આવી છે. જેમાં દર્દી સાથે એક વ્યક્તિને રહેવા માટે પાસ આપવામાં આવે છે. પરંતુ લોકોની માગ છે કે, દર્દીઓ સાથે રહેવા માટે બે પાસ ઇશ્યુ થવા જોઈએ. જેથી એક વ્યક્તિ જાય તો તરત બીજી વ્યક્તિ દર્દી સાથે હાજર રહી શકે.

એક નહીં બે પાસ ઇશ્યુ કરવા સરકારને વિનંતી
દર્દીના સગાએ બાદમાં જણાવ્યું હતું કે, મેં એક વીડિયો ઉતાર્યો અને સરકારને નમ્ર વિનંતી કે આમાં કંઈક ફેરફાર કરવામાં આવે. પેશન્ટની સાથે એક વ્યક્તિ રહેવો જરૂરી છે તો તમે પેશન્ટની સાથે રહેવાના બે પાસ ઇશ્યુ કરો. જેથી રાતના એક વ્યક્તિ સૂતી હોય તો સાથે બીજી વ્યક્તિ આવી શકે. સિક્યોરિટીવાળા કહે છે કે, અમારો નિયમ એટલે નિયમ, અમે કશું ન જાણીએ..