હેવાન દાદાએ જ ચાર વર્ષીય પૌત્રી સાથે દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી, રમાડતા-રમાડતા અવાવરું જગ્યાએ લઇ જઈ…

ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં માનવતા શર્મસાર કરતી ઘટના સામે આવી છે. દાદાએ જ પોતાની પૌત્રી સાથે દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ઘટના પ્રકાશમાં આવતા રોસે ભરાયેલા લોકોએ એક ગોડાઉનમાં આગ ચાંપી દીધી હતી. સબંધો શર્મસાર કરતી ઘટના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના આનંદપુરા પાસે બની છે.

ચાર વર્ષની બાળકી પર તેના જ દાદાએ દુષ્કર્મ આચરી, બાળકીની હત્યા કરી હતી. હાલોલ પોલીસ મથકની હદમાં ચાર વર્ષીય બાળકી ગુમ થયેલી ફરિયાદ મળી હતી. તપાસમાં સામે આવ્યું છે કે બાળકી સાથે દુષ્કર્મમાં આચરી ગળે ટૂંકો દઈ બાળકીની હત્યા કરવામાં આવી છે. હેવાન દાદાએ જ પોતાની પૌત્રી સાથે દુષ્કર્મ આચરી બાળકીનો મૃતદેહ ગામ નજીકની ઝાડી ઝાંખરામાં ફેંકી દીધો હતો. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

રોસે ભરાયેલા લોકોએ લાકડાનો સ્ક્રેપ ભેગું કરતા ગોડાઉનમાં રહેતા પરપ્રાંતીઓએ આ કૃત્ય કર્યું હશે, તેની શંકાએ ગોડાઉનમાં આગ ચાંપી દીધી હતી. જેને પગલે મોડી રાત્રે જ જિલ્લા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

પોલીસે હેવાનિયતભર્યું કૃત્ય આચરનાર નરાધમને ઝડપી પાડ્યો…
પંચમહાલ જિલ્લા પોલીસે માસુમ બાળકીના મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. અને ત્યાંથી પોસ્ટમોર્ટમ માટે વડોદરા બાળકીનો મૃતદેહ મોકલ્યો હતો. જેમાં બાળકી સાથે દુષ્કર્મ અને ત્યાર પછી ગળે ટૂંપો દઈ હત્યા કરવાનું સામે આવ્યું છે. માહિતી મળતા જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. અને ગણતરીની કલાકોમાં આરોપી નરાધમને ઝડપી પાડ્યો હતો.

દુષ્કર્મ આચરનાર બીજું કોઈ નહિ પરંતુ તેને જ કુટુંબિક દાદા હોવાનું સામે આવ્યું છે. દાદા હંમેશા બાળકીને રમાડતા અને ખાવાનું લઈ આપતા. ત્યારે ગઈકાલે દાદાએ બપોરના સમયે બાળકીને બિસ્કીટ લઈ આપ્યું અને રમાડતા રમાડતા ઘર પાછળ અવવારું જગ્યાએ લઈ ગયા હતા. અને ત્યાં ચાર વર્ષની બાળકી પર રહેવાની ભર્યું કૃત્ય આચર્યું હતું. પછી પકડાઈ જવાના ડરે ઝાડી ઝાંખરામાં પડેલી વેલથી બાળકીને ગળે ટૂંકો દઈ હત્યા કરી નાખી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *