જામનગરમાં બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત

જામનગર શહેર નજીક નવાગામ અને છીકારી ગામ વચ્ચે બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર યુવાનોના ઘટનાસ્થળે જ મકમાટીભર્યા મોત નીપજ્યાં છે. ઘટનાની જાણ થતા જ મેઘપર પોલીસ દોડી ગઇ હતી. મેઘપર પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. મૃતકોમાં કુલદીપ ગોરધન સોનરત (ઉ.વ.21), વિશ્વરાજસિંહ પ્રદીપસિંહ ઝાલા (ઉ.વ.14), સુખદેવસિંહ અનોપસિંહ જાડેજા (ઉ.વ.22) અને અન્ય એક યુવકનો સમાવેશ થાય છે. હાલ આ મૃતકોનાં પરિવારની હાલત પણ ઘણી જ કફોડી બની છે. જોકે આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે વિશે કોઇ માહિતી સામે આવી નથી.

ચારેય નવાગામમાં રહેતા હતા

મૃતક ચારેય યુવાનો નવાગામમાં રહેતા હતા. પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે તપાસ હાથ ધરી છે. એક ગામના 4 યુવાનોના મોતથી ગ્રામજનોમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. કાર સાથે બાઇક ધડાકાભેર અથડાતા બાઇકનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

લોકોના ટોળા ઉમટી પડ્યા

ઘટનના પગલે અકસ્માત સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક પોલીસ અને 108ને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ મેઘપર પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. જોકે 108ની ટીમ સારવાર આપે તે પહેલા જ ચાર યુવકોના મોત નિપજ્યા હતા. ચારેયના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક ચારેય યુવાનો નવાગામના

આ અકસ્માત એટલો ભયાનક હતો કે, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કાર સાથે બાઇક ધડાકાભેર અથડાતા બાઇકનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. મૃતક ચારેય યુવાનો નવાગામમાં રહેતા હતા. પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે તપાસ હાથ ધરી છે. એક ગામના 4 યુવાનોના મોતથી ગ્રામજનોમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *