અત્યાર સુધીના કીસ્સોઓમાં મિશનરીઓ અને જિહાદીઓ હિન્દુઓનો ધર્મપરિવર્તન કરાવતા, પરંતુ હરિયાણામાં એક ચોંકાવનારી ઘટના બની છે. હરિયાણાના હિંસાર જિલ્લામાં આવેલા બીથમારા ગામમાંથી પરિવારોએ ધર્મ પરિવર્તન કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ 40 પરિવારના 250 જેટલા પરિજનોએ હિન્દુ ધર્મના અંગીકાર કર્યો છે. એટલું જ નહીં એક પરિવારના 80 વર્ષના વૃદ્ધાએ હિન્દુ રીત રીવાજને અનુસરી પ્રથાનો સ્વીકાર કર્યો છે. આ પહેલા 6 મુસ્લિમ પરિવારના 35 સભ્યોએ હિન્દુ ધર્મના અંગીકાર કર્યો હતો.
હરિયાણાના જીંદ જિલ્લાના દનોડા કાલણ ગામમાં તા.18 એપ્રિલના રોજ આ ઘટના બની હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર બિથમાડાના આ કુટુંબીઓ સ્વતંત્રતા પહેલા દનોડા કાલણ ગામે રહેતા હતા. ધર્મ પરિવર્તન કરનાર સતબીર કહે છે કે, એમના માતા ફૂલીદેવીનું શુક્રવારે મૃત્યું થયું હતું. પરંતુ, મુસ્લિમ પરિવારે હિન્દુ રીત-રીવાજ મુજબ અંતિમવિધિ કરી હતી. ફૂલીદેવીએ પોતાને હિન્દુ તરીકે જાહેર કરવા જોઈએ એવું માની પુત્રને આ વાત કહી હતી. હિન્દુ રીત રીવાજ અનુસાર એમની અંતિમવિધિ થાયે એવી એમની ઈચ્છા પણ હતી.
સતબીરે ઉમેર્યું હતું કે, તેઓ ડુમ જાતિના છે અને એવું સાંભળ્યું હતું કે, મુઘલકાળ દરમિયાન ઔરંગઝેબે દબાણપૂર્વક તેમને હિન્દુમાંથી મુસ્લિમધર્મ અપનાવવા માટે આદેશ કર્યા હતા. એમનું આખું ગામ હિન્દુ ધર્મના દરેક તહેવારો ઉજવે છે. પણ એક વ્યક્તિનું અવસાન થતા મુસ્લિમ વિધિ અનુસાર અંતિમક્રિયા કરવામાં આવી હતી. જ્યારે એમને પૂછવામાં આવ્યું કે, કોઈના દબાણમાં આવી તમે આ ધર્માંતરણ કર્યું છે ત્યારે સતબીરે કહ્યું, ના, અહીં કોઈ સ્થાનિકો એકબીજા સાથે કોઈ એવી ગેરવર્તણૂંક કરતા નથી.
આ અંગે જ્યારે ગામના સરપંચને ફોન કરીને માહિતી લેવામાં આવી હતી ત્યારે એમનો ફોન સ્વીચ ઓફ હતો. એક મજીદ નામના યુવાને કહ્યું હતું કે, અગાઉ અમારી સોસાયટીમાં જે લોકો રહેતા એ એટલા સાક્ષર કે ભણેલા ન હતા. અત્યારે ઘણા પરિવાર સાક્ષર છે અને ભણેલા છે. તેમણે એકબીજા સાથે સંવાદ કરીને કોઈ દબાણ વગર ધર્મપરિવર્તન અંગે ચર્ચા કરી હતી.
જ્યારે પ્રથમ વખત જ્યારે એમની પાસે આ વાત કરવામાં આવી હતી ત્યારે તેઓ અજાણ્યા ભાવથી અમારી તરફ જોતા હતા. પણ અમે અમારા બાળકોનું ભવિષ્ય વિચારીને ધર્માંતરણ કરવાનો વિચાર અમલમાં મૂક્યો હતો. મુસ્લિમ કલ્યાણ સંસ્થાના પ્રમુખ હરફૂલ ખાન ભટ્ટીએ કહ્યું કે, મને ખબર છે કે, એ ગામમાં શું બન્યું છે. પણ એવી કોઈ પૂર્ણ માહિતી નથી.
પણ બિથમારા ગામ અંગે કોઈ જાણકારી નથી. ત્યાં બનેલા બનાવ અંગે પણ કોઈ માહિતી નથી. દનોડા કાલણમાં રહેતા એ લોકો ડુમ જાતિના છે. અનુસુચિત જ્ઞાતિની અંદર આ જ્ઞાતિનો સમાવેશ થાય છે. તેમણે અનામતના લાભ મળી રહે એ માટે આવું પગલું ભર્યું છે. આ જ્ઞાતિ SC અંતર્ગત આવે છે. વર્ષ 1951ના નોટિફિકેશન અનુસાર આ મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મમાં આવતી આ જ્ઞાતિને એ સમયથી અનામતના કોઈ લાભ મળતા નથી. જ્યારે લુધિયાણાની અનામત બેઠક પરથી કોંગ્રેસ નેતા મહંમદ સાદિકને ટિકિટ આપવામાં આવી ત્યારે મામલો છેક સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. આ કેસ જીતી ગયા અને તે વ્યક્તિ મુસ્લિમ ન હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news