પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત: અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે સૌરાષ્ટ્રના 40 માછીમારોનું અપહરણ

પાકિસ્તાન મરીન સિકયુરીટીએ ભારતીય જળસીમા નજીકથી ગઈકાલે પોરબંદર ની છ બોટ અને ૩૫ માછીમારો ના અપહરણ બાદ આજે વધુ એક વખત ભારતીય જળસીમા નજીક થી…

પાકિસ્તાન મરીન સિકયુરીટીએ ભારતીય જળસીમા નજીકથી ગઈકાલે પોરબંદર ની છ બોટ અને ૩૫ માછીમારો ના અપહરણ બાદ આજે વધુ એક વખત ભારતીય જળસીમા નજીક થી સૌરાષ્ટ્ર ની ૭ બોટ અને ૪૦ માછીમારો ના અપહરણ કર્યા છે. એક જ અઠવાડિયા માં બોટ અપહરણ ની ત્રીજી ઘટના બનતા માછીમારો માં ભારે રોષ જોવા મળે છે.

પોરબંદર માછીમાર અગ્રણી મનીષભાઈ લોઢારીએ જણાવ્યું હતું કે, આજે ભારતીય જળસીમા નજીક સૌરાષ્ટ્ર ની કેટલીક બોટો ફ્િશિંગ કરી રહી હતી ત્યારે એકાએક પાક મરીન સિક્યુરીટી ની શીપ ત્યાં ઘસી આવી હતી અને બોટો ને ઘેરી લઈ બંદુક ના નાલચે તમામ નું અપહરણ કરી કરાચી તરફ્ લઈ જવામાં આવી છે આ બોટો માં પોરબંદર ની ૩ બોટ વેરાવળ ની ત્રણ બોટ અને ઓખા ની એક બોટ નો સમાવેશ થાય છે હજુ ગઈકાલે જ પોરબંદર છ ફ્િશિંગ બોટ તથા તેમાં સવાર ૩૫ ખલાસીઓ ના અપહરણ થયા હતા

અત્રે ઉલેખનીય છે કે, અગાઉ ૧16 માર્ચે પણ પોરબંદર ની બે બોટ અને 11 માછીમારો ના અપહરણ કરાયા હતા તે પહેલાં 11 માર્ચ ના રોજ પણ પાક મરીન દ્વારાબે પોરબંદર ની અને બે ઓખા ની મળી કુલ ચાર બોટ અને તેમાં સવાર ૨૪ માછીમારો ના અપહરણ કર્યા હતા.વારંવાર બોટો ના અપહરણ ના બનાવ ના કારણે ફિશિંગ ઉદ્યોગ ની કમર તૂટી ગઈ છે ત્યારે સરકાર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી અપહરણનો આ સિલસિલો બંધ કરાવે તેવી માછીમારો માંગ કરી રહ્યા છે.

આ ઉપરાંત, પહેલા પણ 13 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્રની ત્રણ બોટ અને ૧૭ માછીમારોના અપહરણ થયા હતા જેમાં બે પોરબંદરની અને એક વેરાવળ ની બોટ નો સમાવેશ થાય છે તે અગાઉ બે માસ પહેલા 16 ડીસેમ્બર ના રોજ માંગરોળની બે બોટ અને 6 માછીમારોના અપહરણ થયા હતા અને તે પહેલા 6 ડીસેમ્બરના ઓખાની બે બોટ અને વીસ માછીમારોના અપહરણ થયા હતા. ચારસોથી વધુ ફિશીંગ બોટો પાકિસ્તાનના કબ્જામા છે. વારૂવાર બનતી અપહરણની ઘટનાથી માછીમારોમાં રોષ જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *