નારી શક્તિકરણ, મહિલા સુરક્ષા પર વર્ષોથી વાત થાય છે. અત્યારે સરકાર દ્વારા બેટી બચાઓ, બેટી પઢાઓનો નારો પણ આપવામાં આવ્યો છે તેમજ છોકરીઓની શિક્ષા પર ભાર આપવામાં આવ્યો છે. પરંતુ દુઃખની વાત તો એ છે કે, આની વાસ્તવિકતા કંઇક અલગ જ છે. યૂનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ(UNFPA) દ્વારા વર્ષ 2020 સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ બહાર પાડવામાં આવી છે.
આ રિપોર્ટ મુજબ, દર વર્ષે વિશ્વમાં 142 મિલિયન(14.2 કરોડ) તેમજ ભારત દેશમાં 46 મિલિયન(4.6 કરોડ) છોકરીઓ ગુમ થાય છે. ભારત દેશમાં લૈંગિક ભેદભાવને લીધે આ છોકરીઓ ગુમ થાય છે. UNFPAનું અનુમાન છે કે, જન્મ અગાઉ લિંગ પરીક્ષણને લીધે 3માંથી 2 છોકરીઓ ગુમ થઇ જાય છે.
જન્મ બાદ દર 3માંથી 1 બાળકીનું મૃત્યુ થાય છે. ગુમ થયેલી 90 % યુવતીઓમાંથી 50 % ચીન તેમજ 40 % ભારત દેશની છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સમગ્ર વિશ્વમાં ગુમ થયેલી છોકરીઓની સંખ્યા સૌથી વધુ ચીન તેમજ ભારત દેશમાં છે. આ સમયમાં ચીન દેશમાં કુલ 7.23 કરોડ છોકરીઓ ગુમ થાય છે. તો ભારત દેશમાં આ સંખ્યા 4.58 કરોડ પર થઇ ગઇ છે.
ભારત દેશની Sample Registration System Statistical Report, 2018 મુજબ, 2016-18નો સેક્સ રેશિયો પ્રત્યેક 1000 છોકરાએ 899 છોકરીઓ પેદા થઈ.
ભારત દેશનાં 9 રાજ્યો(હરિયાણા, ઉત્તરાખંડ, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ તેમજ બિહાર)નો જન્મ બાદનો સેક્સ રેશિયા 900થી ઓછો છે.
UNPFની રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, વિશ્વમાં વ્યાપક કુરીતિ રિવાજોને ખતમ કરવા માટેનાં માર્ગે આપણે આગળ વધતા હતા, પરંતુ કોવિડ-19 વાયરસનાં લીધે પરિસ્થિતિ પહેલા જેવી થઈ શકે છે. ભારત દેશમાં ફક્ત દીકરાની ચાહમાં દીકરીઓને મારતા નથી. છોકરીઓનાં બાળ વિવાહ પણ સંપૂર્ણ રીતે ખતમ થયા નથી. કડક કાયદા હોવા છતાં પણ, નેશનલ હેલ્થ એન્ડ ફેમિલી સરવેનાં ડેટા મુજબ, વર્ષ 2015-16માં દેશમાં દર 4માંથી 1 છોકરીનાં લગ્ન 18 વર્ષ અગાઉ કરવામાં આવ્યા. આ રિપોર્ટ મુજબ, 20-24 આયુ વર્ગની 26.8 % છોકરીઓની 18 વર્ષીય વયે સુધીમાં લગ્ન કરવામાં આવ્યા હતા.
વર્ષ 2055માં બહુ જ ખરાબ સ્થિતિ થશે
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જો ભારત દેશમાં સ્થિતિમાં સુધારો થયો નહીં તો વર્ષ 2055માં દુલ્હાઓ માટે દુલ્હનોનું અંતર બહુ જ વધી જશે. હાલના સમયમાં 50 વર્ષ સુધી એકલા રહેનારા પુરુષોની સંખ્યામાં વર્ષ 2055માં 10 %નો વધારો થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle