BIG NEWS: ચાલુ બસે આગ ફાટી નીકળતા બાળકો સહીત કુલ 46 લોકો જીવતા હોમાયા

મંગળવાર એટલે કે આજ રોજ બલ્ગેરિયાના(Bulgaria) પશ્ચિમ ભાગમાં એક હાઇવે પર ઉત્તર મેસેડોનિયન પ્લેટોવાળી(North Macedonian plates) બસમાં ભીષણ આગ(Bus Fire in Bulgaria)  ફાટી નીકળી હતી. આગની આ ઘટનામાં ઓછામાં ઓછા 46 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. આગમાં દાઝી ગયેલા સાત લોકોને રાજધાની સોફિયા(Sofia) ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયના ફાયર પ્રોટેક્શન વિભાગના વડા નિકોલાઈ નિકોલોવીએ જણાવતા કહ્યું છે કે, મૃત્યુ પામેલા લોકોમાં ઉત્તર મેસેડોનિયાના લોકો પણ સામેલ છે.

નિકોલાઈ નિકાલોવીએ જણાવ્યું કે, બસમાં આગ લાગવાથી અને ક્રેશ થતા ઓછામાં ઓછા 46 લોકોના મોત થયા હતા. તેમણે કહ્યું કે, આગની ઘટના સ્થાનિક સમય અનુસાર સવારે 2 વાગ્યે બની હતી. સોફિયામાં ઉત્તર મેસેડોનિયાના દૂતાવાસના એક અધિકારીએ જણાવ્યું કે, ઘટનાનો ભોગ બનેલા મોટાભાગના ઉત્તર મેસેડોનિયાના નાગરિકો હતા. અધિકારીએ જણાવ્યું કે, આગની ઘટના હજુ સુધી જાણી શકાઈ નથી. તે જ સમયે, એ પણ જાણી શકાયું નથી કે આગ ક્રેશ પહેલા કે પછી લાગી હતી. હાલ ઘટના સ્થળને સીલ કરી દેવામાં આવ્યું છે.

બસમાં 53 મુસાફરો સવાર હતા:
અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે મૃતકોમાં ઉત્તર મેસેડોનિયાના લોકો અને બાળકોનો સમાવેશ થાય છે. આ અકસ્માત સોફિયાથી 45 કિમી પશ્ચિમમાં સ્ટ્રુમા હાઈવે પર થયો હતો. અકસ્માત સમયે બસમાં કુલ 53 મુસાફરો સવાર હતા. સોફિયામાં ઈમરજન્સી હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે દાઝી ગયેલા સાત લોકો સળગતી બસમાંથી કૂદી પડ્યા હતા. તેમણે કહ્યું કે હાલ સાત લોકોની હાલત સ્થિર છે. વચગાળાના વડા પ્રધાન સ્ટેફન યાનેવ ક્રેશ સ્થળ તરફ રવાના થઈ ગયા છે. ઉત્તર મેસેડોનિયાના વિદેશ પ્રધાન બુજાર ઉસ્માનીએ જણાવ્યું હતું કે લોકો ઇસ્તંબુલથી સપ્તાહાંતની રજા પછી ઉત્તર મેસેડોનિયાની રાજધાની સ્કોપજે પરત ફરી રહ્યા હતા.

આ એક મોટી દુર્ઘટના છે: ઉત્તર મેસેડોનિયન વડા પ્રધાન
ગૃહ પ્રધાન બોયકો રશ્કોવે કહ્યું, લોકો બસની અંદર એકઠા થયા અને પછી તેઓ દાઝી જવાથી મૃત્યુ પામ્યા. તેણે કહ્યું કે આ તસવીર ડરાવનારી છે. મેં આના જેવું કંઈપણ પહેલાં ક્યારેય જોયું નથી. બલ્ગેરિયન તપાસ સેવાના વડા, બોરિસ્લાવ સરાફોવે જણાવ્યું હતું કે કાં તો અકસ્માત ડ્રાઇવરની ખામીને કારણે થયો હતો અથવા તકનીકી ખામી હતી. ફોટામાં બળી ગયેલી બસ અગ્નિશામકો અને ઈમરજન્સી કામદારોથી ઘેરાયેલી દેખાઈ રહી છે. ઉત્તર મેસેડોનિયાના વડા પ્રધાન જોરાન જીવે કહ્યું કે હું અકસ્માતથી ગભરાઈ ગયો છું. આ એક મોટી દુર્ઘટના છે. મેસેડોનિયન દૂતાવાસના પ્રતિનિધિઓએ હોસ્પિટલમાં ઘાયલ લોકોને મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *