ગઈ કાલે સાંજના સમયે ગુજરાતમાં કોરોના વાયરસે એન્ટ્રી કરી છે. ગઈ કાલે ગુજરાતમાં 2 પોઝીટીવ કેસ નોંધાઈ ચુક્યા હતા. સુરત અને રાજકોટમાં એક-એક કેસ નોંધાયા હતા. અત્યારે સુધી ગુજરાતમાંથી 105 શંકાસ્પદોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી પાંચના રિપોર્ટ પોઝિટિવ કેસ પોઝિટિવ આવેલ છે. તમામ દર્દીઓની ઉંમર 35 થી 36 વર્ષ, જે રાહતની વાત છે. સ્પેનથી વડોદરા આવેલા વ્યક્તિનો કેસ પોઝિટિવ આવ્યો છે જયારે અમદાવાદમાં 2 વ્યક્તિના કેસ પોઝિટિવ આવ્યા છે. તમામ દર્દીઓ હાલમાં દેખરેખ હેઠળ છે. આ તમામ અસરગ્રસ્તો વિદેશથી આવેલા છે.
ગુજરાતમાં પણ કોરોનાનો પગપેસારો થઇ ગયો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવના કુલ પાંચ કેસ નોધાયા હોવાની ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આજે આ અંગે જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છેકે, અમદાવાદમાં બે, વડોદરા, સુરત અને રાજકોટમાં એક-એક કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. આ પહેલા આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું છેકે, ગુજરાતમાં કેટલાક પોઝિટિવ કેસ હોવાની આશંકા છે. અમદાવાદ-વડોદરામાં ત્રણ કેસ કોરોના શંકાસ્પદ છે.
ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ અંગે જયંતિ રવિ જણાવ્યું છેકે, કોરોના પોઝિટિવ દર્દીઓની સ્થિતિ સ્થિર છે. આ તમામ અસરગ્રસ્તો વિદેશથી આવેલા છે. 105 શંકાસ્પદોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી પાંચના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, હજુ 22ના રિપોર્ટ આવવાના બાકી છે.
સ્પેનથી વડોદરા પરત ફરેલા યુવાનની તબિયત લથડતા સયાજી હોસ્પિટલમાં સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું અને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતો 39 વર્ષીય યુવાન તાજેતરમાં જ સ્પેન ગયો હતો. જ્યાં તેને સતત 3 દિવસ શરદી-ખાંસી શરૂ થવા સાથે તબિયત લથડતા વડોદરા પરત આવી ગયો હતો. અને મંગળવારે મોડી રાત્રે તે સયાજી હોસ્પિટલમાં દોડી ગયો હતો. હોસ્પિટલ દ્વારા તેનામાં કોરોનાના પ્રાથમિક લક્ષણો જોઇને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી દીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.