ગુજરાત(gujarat): રાજ્યમાં અવાર નવાર અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે, આ અકસ્માતની ઘટના દરમિયાન અનેક લોકોના મૃત્યુ થાય છે. ત્યારે દિલ્લીથી ગુજરાત આવી રહેલી પોલીસ કર્મીની કારને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં ભાવનગરના 4 પોલીસકર્મી અને 1 આરોપીનું રાજસ્થાનના જયપુર નજીક કરૂણ મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે પોલીસના જવાનો આરોપીને દિલ્લીથી ગુજરાત લાવી રહ્યા હતા.
રાજસ્થાનમાં ગમખ્વાર કાર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. દિલ્લી-જયપુર રોડ પર શાહપુરા નજીક એક મોઘીદાટ કારમાં સવાર આરોપી અને ગુજરાત પોલીસના ચાર કર્મીઓને ગતમોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત નડ્યો છે. દિલ્લીથી ગુજરાત આવી રહેલી કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ડિવાઈડર સાથે અથડાયા બાદ કાર વૃક્ષ સાથે અથડાઈ હતી. જેના કારણે ગુજરાત પોલીસના 4 જવાન અને 1 આરોપીનું મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે પોલીસ જવાનો એક આરોપીને દિલ્લીથી ગુજરાત લાવી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની છે.
મૃત્યુ પામેલા 4 પોલીસકર્મીઓ ભાવનગરમાં ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા. આ અકસ્માત જયપુરના ભાભરૂ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્જાયો છે. 8 તારીખે ભાવનગર ઘરફોડનો ચારીની તપાસમાં પોલીસકર્મીઓ દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં તપાસ બાદ એક આરોપીને દબોચીને પરત ફરી રહ્યા હતા, ત્યારે મોડીરાત્રે અકસ્માત થયો છે. ગુજરાત પોલીસના મૃતક કર્મીઓમાં ભીખુભાઈ બુકેરા, કોન્સ્ટેબલ, શક્તિસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ, મનસુખ બાલધીયા, કોન્સ્ટેબલ, ઈરફાન અગવાન , કોન્સ્ટેબલના નામ સામે આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અકસ્માતની ઘટના પાછળ વધુ પડતી સ્પીડ અને ડ્રાઈવિંગ સમયે બેદરકારી જવાબદાર હોય છે દેશ સહિત રાજ્યમાં અકસ્માતના કિસ્સાઓનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે અને તેની સાથે જાનહાનિ અને મોતના આંકડાઓમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે વાહન ચલાવતી વખતે સાવધાની એ જ સલામતનો માર્ગ છે. વધુ પડતી સ્પીડ કે ડ્રાવિંગ સમયે ફોન પર વાત કરવું આપણા અને અન્ય માટે જોખમ રૂપ સાબિત થઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.