ઉત્તર ભારતમાં ભયાનક અક્સમાત સર્જાયું જેમાં 5 વર્ષની છોકરી અને તેના દાદાનું સ્કુટર અચાનક જ ગરમ તેલની કડાઈ સાથે અથડાય ગયું અને બંને દાજી ગયા.
9 નવેમ્બરનાં દિવસે બપોરે 3 વાગ્યા આસપાસ અરવિંદ, તેના પિતા મુન્ના લાલ અને દીકરી પ્રિયંકા છેલા રામની મીઠાઈની દુકાને આવ્યા હતા. આ દુકાન ઉત્તર પ્રદેશ રાજ્યના ઝાંસી શહેરમાં આવેલા ટંડન રોડ પર સ્થિત છે.
અરવિંદે પોતાનું સ્કુટર દુકાનની બાર પાર્ક કર્યું અને ચાવી સ્કૂટરમાં જ રાખી મુકી. અરવિંદના પિતા અને દીકરી સ્કુટર પર જ બેઠા હતા જે વિડીઓમાં જોઈ શકાય છે.
નાની દીકરીએ સ્કૂટરના હેન્ડલ સાથે રમવાનું ચાલુ કરી દીધું. અચાનક જ સ્કૂટર ચાલુ થઇ ગયું અને દુકાનની બહાર રાખેલી ગરમ તેલની કળાઈ સાથે અથડાઈ ગયું. બંને જણા દાજી ગયા. મુન્નાલાલ ને ગંભીર ઇજા ન થતા તેમને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે પરંતુ દીકરીને ગંભીર ઇજા થઇ હોવાથી હજી હોસ્પિટલમાં દાખલ છે.
સ્કૂટર બંધ કરીને પાર્ક કરો ત્યારે તેમાં ચાવી ક્યારેય ના ભૂલવી જોઈએ. આવા અસંખ્ય કિસ્સાઓ છે જેમાં સ્કૂટર અચાનક જ ચાલુ થઇ જઈને ભાગવા લાગે છે. ઘણી વખત લિવર જામ થઇ જતું હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.