નસીબ હોય તો આવું! 5000 છોકરીએ લગ્ન માટે આ છોકરાને મોકલ્યું પ્રપોઝલ- કોણ છે એ મહાશય?

બ્રિટનમાં રહેતા મુહમ્મદ મલિકે (Muhammad Malik) દાવો કર્યો હતો કે તે અરેન્જ્ડ મેરેજ ટાળવા માંગે છે. તેથી તે લગ્ન માટે છોકરી શોધી રહ્યો છે. આ પછી તેણે છોકરી શોધવા માટે કંઈક નવું કરવાનું કરવાનું વિચાર્યું. તેણે બ્રિટનના રસ્તાઓ પર હોર્ડિંગ્સ લગાવ્યા કે તે લગ્ન કરવા માટે છોકરી શોધી રહ્યો છે. આ પછી તો 5 હજારથી વધુ છોકરીઓએ લગ્ન માટે આ યુવકનો સંપર્ક કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Mal Malik (@findmalikawife)

મળતી માહિતી અનુસાર મોહમ્મદ મલિક 29 વર્ષના છે. હવે એ વાત પણ જાણવા મળી છે કે, મોહમ્મદ મલિકે આ સ્ટંટ એક ડેટિંગ એપ માટે કર્યો હતો. ટ્વિટર પર પણ મુહમ્મદ મલિકે હવે લખ્યું છે કે, ‘લોકો તેને ડેટિંગ એપ મુઝમેચ પર સર્ચ કરી શકે છે.’ પરંતુ સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ દાવો કર્યો છે કે આ આખો સ્ટંટ માત્ર મુઝમેચ એપ માટે કરવામાં આવ્યો હતો. આ પહેલા, મુહમ્મદ મલિકે પણ જાહેરાતમાં પોતાનો ફોટો મૂક્યો હતો, તેણે #FindMalikAWife હેશટેગને સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો. તેના માટે આ વેબસાઇટ findMALIKswife.com પણ બનાવવામાં આવી હતી.

જાણવા મળ્યું છે કે, મોહમ્મદ મલિક એ હાલમાં લંડનમાં સ્થિત છે. તેણે બર્મિંગહામ, લંડન સહિત ઘણી જગ્યાએ અનોખા લગ્નના બોર્ડ લગાવ્યા હતા, જેમાં ‘સેવ મી ફ્રોમ એરેન્જ્ડ મેરેજ’ લખેલું હતું. તે જ દરમિયાન, કેટલાક લોકોએ હવે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે એવું લાગે છે કે આ પહેલેથી જ પરિણીત છે અને #FindMalikAWife અભિયાન ફેક લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Mal Malik (@findmalikawife)

શહજાદ યુનિસ જે મુઝમેચના ફાઉન્ડર છે તેને પણ આ અંગે ટ્વિટ કરીને લખ્યું છે કે ‘સિક્રેટ્સ આઉટ’. બ્રિટનમાં કેટલાક નવા બિલ બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. આમાં મુઝમેચની મલિકની પ્રોફાઇલ બતાવવામાં આવી છે. જેમાં તેણે પોતાને આંત્રપ્રિન્યોર ગણાવ્યા છે.

ત્યારબાદ કેટલાક ટ્વિટર યુઝર્સે પૂછ્યું કે શું ખરેખર મોહમ્મદ મલિક છે શું તું એકલો છે? કારણ કે જે વીડિયો કેમ્પેઈનમાં તે દેખાઈ રહ્યો છે તેમાં આ મહિલા તેની પાસે બેઠેલી જોવા મળી રહી છે. સાથે જ કેટલાક યુઝર્સે લખ્યું કે આ એડમાં મલિકનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે, એવું લાગે છે કે તે પરિણીત છે. ત્યારે વધુ એક વાત સામે આવી છે જેમાં મુઝમેચના સ્થાપક શહઝાદ યુનિસે કહ્યું કે આ અભિયાન એકદમ સાચું છે, મોહમ્મદ માલિક એ કોઈ મુઝમેચનો અધિકારી નથી. તે ખરેખર જીવનસાથીની શોધમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *