અમદાવાદ(Ahmedabad)ની સિવિલ હોસ્પિટલ(Civil Hospital) દ્વારા શરુ કરવામાં આવેલ અંગદાનના સેવાયજ્ઞમાં 15 મહિનાની અંદર 50 અંગદાન પૂર્ણ થયા છે. જયારે વર્ષ 2022 ના પ્રારંભમાં એટલે કે ફક્ત ત્રણ મહિનામાં 25 જેટલા અંગદાનમાં સફળતા મળેલ છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ દ્વારા મેડિસીટીની જ કિડની ઇન્સ્ટીટયુટમાં આજે 500મું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતુ. સમગ્ર દેશમાં આ સંખ્યાની દ્રષ્ટિએ કિડની ઇન્સ્ટીટ્યુટ સૌથી વધુ ટ્રાન્સપ્લાન્ટ કરનારી બીજા નંબરની સિવિલ સંસ્થા બનેલ છે.
ત્રણ મહિનામાં એક વર્ષ જેટલા બન્યા દાતા:
એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બુધવારે 50મો બ્રેઈન ડેડ ઓર્ગન ડોનર બન્યો હતો. છેલ્લા 15 મહિનામાં કરવામાં આવેલા આ અંગોમાંથી માત્ર અડધા જ છેલ્લા ત્રણ મહિનામાં કરવામાં આવ્યા હતા. જયારે આ 50માં અંગ દાતા ગાંધીનગરના રહેવાસી તેજલબા છે, જેમની બે કિડની અને ફેફસાં સહિત પાંચ અંગોનું દાન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં રહેતી તેજલબા ઝાલા (27)ને રવિવારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.
હાલત નાજુક હોવાથી જરૂરી તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન તબીબોએ તેને બ્રેઈન ડેડ જાહેર કરી હતી. ત્યાર પછી સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (SOTO)ની ટીમે તેજલબાના પરિવારના સભ્યોને અંગદાન વિશે જાણ કરી અને પરિવારે પણ તેમની સંમતિ આપી. તેજલબાના દાનમાં આપેલા અંગો બે કિડની, ફેફસાં, લીવર અને સ્વાદુપિંડ છે. આ અંગોને જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરીને નવજીવન મળ્યું છે.
કિન અને સોટોની ટીમે મહત્વની ભૂમિકા ભજવી છે:
સિવિલ હોસ્પિટલમાં બ્રેઈન ડેડ દાતાઓના અંગોનું દાન કરવા માટે પરિવાર અને સોટોની ટીમે મહત્વની ભૂમિકા ભજવી છે. છેલ્લા 15 મહિનામાં થયેલા 50 બ્રેઈન ડેડ ડોનરમાંથી એક વર્ષમાં 25 જયારે આટલા જ ડોનર છેલ્લા ત્રણ મહિનામાં થયા છે. બ્રેઈન ડેડ ઓર્ગન્સની શોધને કારણે વેઈટિંગ લિસ્ટમાં ઘટાડો થયો છે. જીવંત વ્યક્તિના અંગોનું દાન ન કરવા માટે આ એકમાત્ર વિકલ્પ છે. અંગદાતા બનેલા 50 લોકો દ્વારા 127 જરૂરિયાતમંદ લોકોને નવું જીવન મળ્યું છે. વધુમાં ડૉ. પ્રાંજલ મોદીએ જણાવ્યું છે કે, 28 મી મે 2008 ના દિવસે કિડની ઇન્સ્ટીટ્યુટમાં પ્રથમ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.