ગુજરાત(Gujarat): રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો(Corona cases)માં મોટો વધારો થતો જોઈને આરોગ્ય તંત્ર(Health department) સતર્ક થઈ ગયું છે. જો વાત કરવામાં આવે તો રાજ્યમાં જ્યાં અગાઉ બે-પાંચ કેસો સામે આવતા હતા. જેની જગ્યાએ હવે 51 કરતા પણ વધુ કેસો સામે આવતા ફરી કોરોનાએ માથું ઉચક્યું હોય તેવું લાગી રહ્યું છે. શનિવારના રોજ સાંજ સુધીમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 51 નવા કેસ સામે આવ્યા છે. ત્યારે મહાનગર સહિત અનેક જીલ્લાઓમાં કેસોમાં મોટો વધારો થવા પામ્યો છે.
મહત્વનું છે કે, હોળી ધૂળેટીના તહેવાર બાદ એકાએક કોરોનાનાં કેસોમાં મોટો વધારો થતા ચિંતાનો માહોલ સર્જાય જવા પામ્યો છે. આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, શનિવાર સાંજ સુધીમાં 24 કલાકમાં કોરોનાના 51 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરાનાથી કોઈનું મોત થવા પામ્યું નથી. દેશોમાં વકરી રહેલી કોરોનાની ચિંતા સામે ફરીવાર ગુજરાતમાં ડબલ ડિઝીટમાં કોરોનાના પોઝીટીવ કેસ સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો છે. પરંતુ હાલની સ્થિતિએ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.
ગુજરાત રાજ્યમાં 24 કલાકમાં 51 નવા કેસની સામે 501 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું:
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કુલ 51 નવા કેસ સામે આવ્યા છે. જેની સામે 21 દર્દીઓ સાજા થઈને ઘરે પાછા ફર્યા છે. જ્યારે 181 કોરોનાના એક્ટિવ કેસ છે. તેમજ 24 કલાકમાં 501 જેટલા લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
સૌથી વધુ અમદાવાદમાં 32 કેસ નોંધાયા:
મહાનગરમાં કોરોનાનાં આંકડા પર નજર કરવામાં આવે તો અમદાવાદમાં 32 કોરોના કેસ, રાજકોટમાં 6 કોરોના કેસ, સુરતમાં 4 કોરોના કેસ જ્યારે ભાવનગરમાં 3 કેસ સામે આવ્યા છે. જ્યારે સાબરકાંઠામાં 2 કોરોના કેસ, ગીર સોમનાથ અને પોરબંદરમાં 1-1 કોરોના કેસ. સુરેન્દ્રનગર અને વડોદરામાં 1-1 કોરોનાં કેસ સામે આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.