અંબાજી પ્રસાદ વિવાદને લઈ ઋષિકેશ પટેલનું મોટું નિવેદન- ચિક્કીના પ્રસાદને લઈને બોલ્યા એવું કે, વિરોધીઓને લાગશે મરચા

ગુજરાત(Gujarat): અંબાજી(Ambaji temple)મા મોહનથાળ(Mohanthal)ના પ્રસાદને લઈને દિવસેને દિવસે વિવાદ વધી રહ્યો છે. ત્યારે હવે આ વિવાદને લઈ મંત્રી ઋષિકેશ પટેલ(Rishikesh Patel)નું મોટું નિવેદન સામે આવ્યુ…

ગુજરાત(Gujarat): અંબાજી(Ambaji temple)મા મોહનથાળ(Mohanthal)ના પ્રસાદને લઈને દિવસેને દિવસે વિવાદ વધી રહ્યો છે. ત્યારે હવે આ વિવાદને લઈ મંત્રી ઋષિકેશ પટેલ(Rishikesh Patel)નું મોટું નિવેદન સામે આવ્યુ છે. ઋષિકેશ પટેલએ મોન તોડીને કહ્યું હતું કે, યાત્રાધામ અંબાજી હિન્દુઓ માટે આસ્થાનું પ્રતિક છે અને ઉપવાસના સમય દરમિયાન મોહનથાળ લઈ શકાતો નથી. તેમજ મોહનથાળ 10 દિવસ સુધી ચાલે છે અને જેની સરખામણીએ ચીક્કી 3 મહિના સુધી ચાલી શકે છે. આ ઉપરાંત ઋષિકેશ પટેલએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, સ્પેશિયલ પ્રકારનો માવો અને સિંગદાણાની ચીકી બનેલી હોય છે. પ્રસાદ આસ્થાનો વિષય છે મોઢાને સ્વાદિષ્ટ લાગે એના માટેની મીઠાઈ નથી હોતી. ઓનલાઈન દર્શન કરનારાને પણ ચિકી આપી શકાય. તેવું મંત્રી ઋષિકેશ પટેલએ જણાવતા કહ્યું હતું.

મંત્રી ઋષિકેશ પટેલે જણાવતા કહ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન સૌ પ્રથમવાર ઓનલાઇન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેનો લાભ વિશ્વના 27 જેટલા દેશોના 1.21 કરોડ શ્રદ્ધાળુઓએ લીધો હતો. વધુમાં જણાવતા કહ્યું હતું કે, વિશ્વભરમાંથી શ્રધ્ધાળુઓ અંબાજી ખાતે ‘માં અંબા’ના દર્શન કરવા માટે આવતા હોય છે જેઓ પોતાના વતનમાં ‘માં અંબા’નો પ્રસાદ લઈ જવા ઈચ્છતા હોય છે. આ પ્રસાદ સુકો અને વધુ સમય સુધી રહે તેવી લાગણી શ્રઘ્ધાળુઓ દ્વારા વ્યક્ત કરવામાં આવતી હોય છે.

મંત્રીએ ઋષિકેશ પટેલે વધુમાં ઉમેરતા કહ્યું હતું કે, વર્ષમાં ચાર પ્રકારની નવરાત્રી, દર મહિનાની પૂર્ણિમા, આઠમ તેમજ વિવિધ વ્રતના દિવસે ફરાળી પ્રસાદ હોવો જોઈએ તે પ્રકારની રજૂઆતો પણ દર્શનાર્થીઓ દ્વારા કરવામાં આવતી હતી. આવી અનેક લાગણીઓને ધ્યાનમાં રાખીને અંબાજી ખાતે પ્રસાદમાં પૌષ્ટિક ચિક્કીના પ્રસાદનું વિતરણ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.

મંત્રીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, આ પ્રસાદની ચિક્કી ઉપવાસમાં પણ ખાઈ શકાય તેવી છે તથા 3 મહિના જેટલા સમય સુધી સારી રહે છે. આ પ્રસાદની ચિક્કી બજારમાં મળતી હોય તેવી સામાન્ય ચિક્કી જેવી નથી. મહત્વનું છે કે, આ પ્રસાદની ચિક્કી આરોગ્યવર્ધક સીંગદાણાના માવામાંથી બનાવવામાં આવે છે. વધુમાં તેમણે જણાવતા કહ્યું હતું કે, 3 મહિના જેટલી વધુ સેલ્ફલાઇફ ધરાવતા આ ચિક્કી ના પ્રસાદને નાગરિકો દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તા. 1 થી 10 માર્ચ 2023 સુધીમાં 1,26,865 ચિક્કીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે તેમ પણ મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *