જો તમને કોઈ સવાલ પૂછે કે માણસના મોંમાં કેટલા દાંત હોય છે. તો તમે જવાબ આપશો કે 32 પરંતુ અહીં એક અલગ ઘટના જોવા મળી છે. જેમાં એક બાળકના મોંમાં 500 થી પણ વધુ દાંત જોવા મળ્યા છે. જે વાત દરેક વ્યક્તિને ચોકાવી દે તેવી છે. આ ઘટના ચેન્નઈમાં વસતા એક બાળક સાથે બનેલી છે. આ બાળકના મોંમાં કદાચ પાંચસોથી પણ વધુ એટલે કે 526 દાત ડૉક્ટર દ્વારા જણાવવામાં આવ્યા છે આ વાત સાંભળીને દરેક વ્યક્તિ આશ્ચર્ય પામે છે.
ડોક્ટરે સાત વર્ષનો એક બાળક ના નીચેના ચડવાનું ઓપરેશન કરીને મોમાંથી કદાચ 526 દાંત કાઢ્યા છે. બાળક નો જુનો ગાલ સોજીને દડા જેવો થઈ ગયેલો હતો. બીજી આશ્ચર્યની વાત એ છે કે આવું થવાનું કારણ તરીકે ડોક્ટર ઓએ જીનેટિક ખામી અથવા તો મોબાઈલ ટાવરના રેડિયેશનની પણ શક્યતા દર્શાવી છે. ડોક્ટરોનું કહેવું છે કે દુનિયાનો આ પ્રકારનો આ પહેલો કિસ્સો હશે. આ સ્થિતિને ડોક્ટરોએ કમ્પાઉન્ડ કમ્પોઝિટ નામ આપ્યું છે.
ચેન્નઈ ની કવિતા ડેન્ટલ કોલેજના ઓરલ સર્જન ડો.પી.શાંતિનાથ દ્વારા જણાવવામાં આવ્યું છે કે બાળકને ખાસા સમયથી જમણી બાજુના જડવામાં સોજો આવવાની ફરિયાદ હતી. સોજો વધી જતા માતા-પિતા તેને ડેન્ટલની હોસ્પિટલ લઈ આવ્યા હતા. એક્સ-રે અને સીટી સ્કેન પરથી ખબર પડી કે તેના જડબામાં કેટલાક અવિકસિત દાંત છે. આખરે ડોક્ટર દ્વારા સર્જરી કે અન્યાય લેવામાં આવ્યો.
ડોક્ટર શાંતિનાથ ના કહેવા પ્રમાણે જમણા જડબા ના અંદર ના ભાગમાં દબાયેલા હોવાને કારણે બાળકને એનેસ્થેસિયા આપીને બેભાન કરવો પડ્યો. અને જડબા નું એક ભાગ કાઢવો પડ્યો. જેનું વજન 200 ગ્રામ જેટલું હતું. સર્જરી દરમિયાન તેમાંથી 226 નાના, મધ્યમ અને મોટા કદના દાંત નીકળી આવ્યા છે. તેમાં અમુક નાસ્તો અત્યંત નાના છે જડબામાંથી તમામ વધારાના દાંત કાઢતા ડોક્ટર અને ખાસ્સા 5 કલાક લાગ્યા હતા.
ત્રણ દિવસ પછી બાળકની સ્થિતિ સામાન્ય થઇ ગઈ. ઓપરેશન પછી હવે તેને કોઈ પણ જાતનો મોંમાં દુખાવો થતો નથી. ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યો કે તમને પરેશાન કરે તેવી વસ્તુ તમારી પાસે દરરોજ રહે છે પરંતુ તેમનો અંદાજ પણ તમને નથી. મોબાઇલ તમારી જીંદગી નો સૌથી અગત્યનો ભાગ બની ચૂક્યો છે. જે ખરેખર ખૂબ જ નુકસાનકારક છે.