હમણાં થોડા દિવસોથી 53 વર્ષની એક સુપર ફિટ મહિલા ખુબ જ ચર્ચામાં છે. મળેલી માહિતી અનુસાર, આ મહિલાનું નામ એન્ડ્રીયા સનશાઈન(Andrea Sunshine) છે. તે 53 વર્ષની બોડી બિલ્ડર(Bodybuilder) છે. તે મૂળ લંડનની(London) રહેવાસી છે. તે બે બાળકોની દાદી છે. તે મહિલા દાવો કરે છે કે, તેની અડધી ઉંમરના છોકરાઓ પણ તેને નિયમિત ડેટ(Date) માટે પૂછતા રહે છે.
એન્ડ્રીયાએ તેના સુપર ફિટ બોડી પાછળનું રહસ્ય પણ જણાવ્યું છે, જેના કારણે તે જુવાન દેખાય છે. એન્ડ્રીયા દરરોજ ઓછામાં ઓછા ત્રણ કલાક જીમમાં વિતાવે છે. અને તે પોતાના ડાયટને લઈને પણ ખૂબ જ કડક છે. એન્ડ્રીયા એક મહિનામાં 150 ઈંડા અને લગભગ 10 કિલો શક્કરિયા ખાય છે. તે સલાડ અને શાકભાજી ખાવાનું પણ પસંદ કરે છે. ખાસ કરીને પૌષ્ટિક તત્વોથી ભરપૂર બ્રોકોલી..
એક રીપોર્ટમાં એન્ડ્રીયાએ જણાવ્યું હતું કે, ઈંડાની સંખ્યા આશ્ચર્યજનક છે. પણ આ વાત સાચી છે. હું દરરોજ ટ્રેનીંગને ઘણો સમય આપું છુ અને મારો આહાર ન્યુટ્રિશનિસ્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. હું હંમેશા વધુ સારું કરવાનો પ્રયાસ કરું છું. આ માટે આપણે પણ કંઈક ગુમાવવું પણ પડે. એન્ડ્રીયા દરરોજ વર્કઆઉટ કરે છે, તેથી તેને ઘણી બધી કેલરીની પણ જરૂર છે. તે દિવસમાં 6 થી 8 વખત ખાય છે. જેમાં લગભગ 3,500 કેલરી હોય છે. સામાન્ય રીતે, પુખ્ત વયની સ્ત્રીના દૈનિક ખોરાકમાં 2000 કેલરી લેવી જોઈએ.
મહિલાએ જણાવ્યું – પોતાની જાતની કાળજી લેવી પ્રેમનું કાર્ય:
બોડી બિલ્ડર એન્ડ્રીયાએ જણાવ્યું કે, મને વર્કઆઉટ કરવાનું પસંદ છે. મારી સંભાળ રાખવી એ પ્રેમનું કાર્ય છે, જે હું સમય જતાં શીખી છું. શું ખાવું તે હું જાતે નક્કી કરું છું. જ્યારે પણ મને મન થાય ત્યારે હું ચરબીયુક્ત અને મીઠાઈ ખાવાનું બંધ કરી દઉં છું. ઘણાં ઈંડા ખાવાની અસર એન્ડ્રીયા પર જોવા મળે છે. તેનો ઓનલાઈન ફેન બેઝ પણ ઘણો મોટો છે. એન્ડ્રીયા કરતા ઘણા નાના ચાહકો પણ તેને ડેટ માટે પૂછે છે. ઈન્સ્ટાગ્રામ પર એન્ડ્રીયાના 60 હજારથી પણ વધુ ફોલોઅર્સ છે.
એન્ડ્રીયાએ કહ્યું કે લોકો તેને બીસ્ટ કહે છે. તેઓ કહે છે કે યુવાન પુરુષોને સુંદર અને પરિપક્વ દેખાતી સ્ત્રીઓ પ્રત્યે ક્રશ હોય છે. તેથી જ તે મને પસંદ કરે છે. આમાંના મોટાભાગના પુરુષો 30 થી 35 વર્ષની વચ્ચેના છે. પરંતુ કેટલાકની ઉંમર 25 વર્ષથી પણ ઓછી છે. એન્ડ્રીયાએ કહ્યું, મને ફિટનેસ ગ્રાન્ડમા કહે છે તેનાથી મને કોઈ સમસ્યા નથી. કારણ કે હું મારા શ્રેષ્ઠ આકારમાં છું અને ખૂબ જ સ્વસ્થ છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.