સરકારી નોકરી માટે લાખોની જાહેરાતો થઇ, પરંતુ છેલ્લા 2 વર્ષમાં માત્ર 5497 જ લોકોની ભરતી થઇ. જાણો અહીં

Published on: 4:48 pm, Wed, 17 July 19

ગુજરાત રાજ્યમાં લાખો સરકારી નોકરી આવવાની જાહેરાત કરતી ભાજપ સરકાર દ્વારા રાજ્યમાં ચાર લાખ કરતાં વધારે બેરોજગાર હોવાનું જણાવવામાં આવ્યું છે. તો સૌથી ચિંતાજનક એ છે કે, છેલ્લાં બે વર્ષમાં માત્ર 5497 લોકોને જ સરકારી નોકરી આપવામાં આવી છે. એટલે કે, એક વર્ષમાં માત્ર 2748 જેટલી જ સરકારી નોકરી આપવામાં આવી છે.

cm vijay rupani » Trishul News Gujarati Breaking News

ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરીમાં જુદા-જુદા મત વિસ્તારના ધારાસભ્ય દ્વારા રાજ્યમાં શિક્ષિત અને અશિક્ષિત યુવાનો તેમજ મળેલ સરકારી નોકરી અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. તેના જુદા જુદા લેખિત જવાબમાં શ્રમ અને રોજગારી મંત્રીએ જણાવ્યા અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યમાં કુલ 4,02,301 શિક્ષિત અને અર્ધશિક્ષિત બેરોજગારો છે. જેમાં 22,599 અર્ધશિક્ષિત બેરોજગાર યુવાનો છે.

vijayrupani kByH » Trishul News Gujarati Breaking News

રાજ્ય સરકાર દ્વારા આજે ગૃહમાં ચિંતાજનક અને નોકરીવાછું યુવાનો આઘાત પામે તેવી જાહેરાત કરતા સ્વીકાર્યું છે કે, છેલ્લાં બે વર્ષમાં માત્ર 5497 જ સરકારી નોકરી આપવામાં આવી છે. જેમાં સાત જિલ્લાઓમાં વડોદરા, સુરત, ખેડા, નવસારી, દાહોદ, નર્મદા અને મોરબીમાં એક પણ સરકારી નોકરી આપવામાં આવી નથી. તો બીજી તરફ ડાંગમાં માત્ર 1 તેમજ તાપી અને જામનગરમાં માત્ર 2-2 બેરોજગારીને જ સરકારી નોકરી આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.