અરે બાપ રે! 55 વર્ષના કાકા એ ગાય માતા સાથે કર્યું દુષ્કર્મ

મધ્યપ્રદેશના ભોપાલ શહેરમાં ૫૫ વર્ષીય વ્યક્તિ ને ગાય સાથે બળાત્કાર કરવાના આરોપમાં ઘરપકડ કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ મામલો સુંદર નગરમાં એક ડેરી નો છે.

ભોપાલના અશોકા ગાર્ડન પોલીસ સ્ટેશનના પ્રભારી આલોક શ્રીવાસ્તવે કહ્યું કે ઘટના 4 જુલાઈના રોજ થઈ અને આરોપીને ભારતીય દંડ સંહિતાની ધારા 377 અંતર્ગત કેસ નોંધી લેવામાં આવ્યો હતો.

શ્રીવાસ્તવે એએનઆઈ ને જણાવ્યું કે 4 જુલાઈના રોજ ૫૫ વર્ષના સાબિર અલી નામના એક વ્યક્તિએ સુંદર નગરની એક ડેરીમાં પ્રવેશ કર્યો. ડેરીના માલીકએ તેને પકડી લીધો પરંતુ બાદમાં તેને જવા દીધો. પછીના દિવસે તેણે જયારે સીસીટીવી ફૂટેજની તપાસ કરી અને જોયું કે અને એક ગાય સાથે અપ્રાકૃતિક કૃત્ય કરી રહ્યો છે.

તેમણે કહ્યું કે યાદવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને સાબિર અલી ઉપર ધારા 377 અંતર્ગત કેસ નોંધી લેવામાં આવ્યો છે. અને તેની ધરપકડ કરવામાં આવી છે.

ગયા વર્ષે મે મહિનામાં, સ્થાનિક પશુગૌશાળા માં રખાયેલી અનેક ગાયો પર બળાત્કાર કરવાના આરોપમાં અયોધ્યામાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી શખ્સની ઓળખ રાજકુમાર તરીકે થઈ હતી. રાજકુમાર ગોવાડા, નવાબગંજનો રહેવાસી હતો અને ગૌશાળાની અવારનવાર મુલાકાત લેતો હતો.

રાજકુમારની વાંધાજનક પ્રવૃત્તિઓ ત્યારે સામે આવી જ્યારે કેટલાક સ્વયંસેવકોએ ગૌશાળાના સીસીટીવી ફૂટેજ જોતા એક શખ્સને ગાયો પર બળાત્કાર કરતા જોયો. જેને પગલે ચેતવણી આપનારા સ્વયંસેવકોએ ગાયો પર નજર રાખવાનું શરૂ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *