કોરોના તો માત્ર પ્રથમ તરંગ છે, સમગ્ર વિશ્વને લાંબા સમય સુધી પરિણામો ભોગવવા પડશે: ચીન

અમેરિકા તરફથી દબાણ વધાર્યા બાદ ચીને આખી દુનિયાને નુકસાન વેઠવાની ધમકી આપી છે. મંગળવારે પ્રકાશિત થયેલ એક સંપાદકીય લેખમાં, ચીની સરકાર સંચાલિત અખબાર ગ્લોબલ ટાઇમ્સે…

અમેરિકા તરફથી દબાણ વધાર્યા બાદ ચીને આખી દુનિયાને નુકસાન વેઠવાની ધમકી આપી છે. મંગળવારે પ્રકાશિત થયેલ એક સંપાદકીય લેખમાં, ચીની સરકાર સંચાલિત અખબાર ગ્લોબલ ટાઇમ્સે જણાવતાં કહ્યું છે, કે US એ તમામ મોટા દેશોને ચીન સામે ભડકાવી રહ્યું છે, અને તેને તેની તરફેણમાં કરી રહ્યું છે. તેનાથી વિપરીત અસરો થશે.

ચીનના અગ્રણી અંગ્રેજી અખબારે કહ્યું છે, કે અમેરિકા એ પોતાનો પ્રભાવ વધારી રહ્યું છે, અને વિશ્વને તેની ભરપાઇ કરવી પડશે. US તે તમામ દેશોને સમર્થન આપી રહ્યું છે, કે જેની સાથે ચીનનો પ્રાદેશિક વિવાદ છે. US પશ્ચિમી દેશો તેમજ એશિયન દેશોને પણ ચીનનો વિરોધ કરવા માટે ઉશ્કેરણી કરી રહ્યું છે.

ચીનના અખબારે જણાવતાં કહ્યું છે, કે ચીનનું બજાર US જેટલું જ છે. ચીનને લગભગ 100 દેશોની સાથે વ્યાપારિક સંબંધો છે, પરંતુ US આવા સંબંધોને બગાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. લાંબા સમયગાળા સુધી વિશ્વને તેની કિંમત ચૂકવવી પડશે.

ગ્લોબલ ટાઇમ્સે પણ લખ્યું છે, કે ‘દુનિયાને લાંબા ગાળાના નુકસાન સહન કરવું પડશે. કોરોનાનો રોગચાળો હાલમાં ચાલી જ રહ્યો છે,તે ફક્ત પ્રથમ જ તરંગ છે. રોગચાળો વધવા છતાં પણ અમેરિકાએ આંતરરાષ્ટ્રીય સહયોગને બંધ કરી દીધો છે.

ચીની અખબારે પણ લખ્યું છે, કે એવું લાગે છે કે ભૌગોલિક રાજકીય સંઘર્ષ હવે પાછલા સ્થાને જઈ શકશે નહીં. અમેરિકાએ ચીન સામે મોટી યુક્તિઓ બનાવી રહ્યું છે. આનાથી આગળનાં દિવસોમાં નફરત વધી શકે છે, અને યુદ્ધનું જોખમ પણ ઊભું થઈ શકે છે. ઘણા દેશોને મોટા પ્રમાણમાં પીડા સહન કરવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *