હાલમાં જવેલર્સની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા 1 લાખ તેમજ દાગીના મળી કુલ 5.51 લાખના મતાની ચોરી ભાગી જતાં પોલીસ દ્વારા ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ લાલજીભાઈ કેશવભાઈ મીર છાપરાભાઠા ચોકડી બાપા સીતારામ મંઢુલીની સામે સંતક્રુપા સોસાયટીમાં શ્રી ચામુંડા જવલેર્સ નામે સોના ચાંદીની દુકાન ચલાવે છે. સોમવારે રાત્રે દસ વાગ્યાથી મંગળવારે સવારે આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન લાલજીભાઈની જવેલર્સની દુકાનનું કોઈ અજાણ્યાઓએ નકુચો તોડીને અંદર ઘુસ્યા હતા.
અજાણ્યા ચોરોએ દુકાનમાંથી રોકડા 1.11 લાખની નવા દાગીના તેમજ ગ્રાહકના રિપેરીંગના દાગીના મળી કુલ રૂપિયા 5.51 લાખની મતાની ચોરી કરી નાસી ગયા હતા. પોલીસે લાલજીભાઈની ફરિયાદ લઈ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તસ્કરોએ ચામુંડા જ્વેલર્સમાં અંદર પ્રવેશીને સોના-ચાંદીના તમામ દાગીનાની ચોરી કરી હતી. ચોર ખૂબ જ સિફતપૂર્વક જ્વેલરીની દુકાનમાં પ્રવેશે છે અને જરા પણ ડર વગર દુકાનમાં સોના-ચાંદીના બધા આભૂષણોને લઇને ફરાર થઇ ગયાં.
ચામુંડા જ્વેલર્સના માલિક જ્યારે સવારે દુકાને પહોંચ્યા ત્યારે તેમણે જોયું તો આખી દુકાનમાં બધા દાગીનાની ચોરી થઇ ગઇ હોવાનું જાણવા મળ્યું હતું. જ્વેલર્સના માલિકએ દુકાનમાં લાગેલા CCTV ફૂટેજ જોયા હતા. જેમાં ચોર વારાફરતી દાગીનાઓને પોતાની બેગમાં નાખીને ફરાર થતા નજરે ચડ્યા હતાં. CCTV ફૂટેજના આધારે મકાનમાલિકને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય તેવી શંકા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle