વજનમાં ઘટાડો તથા વધારો કરવાં માટે કેટલાંક લોકો અનેકવિધ પ્રયત્નો કરતાં હોય છે. ઘણીવાર તો પોતાના જીવને જોખમમાં મુકીને પણ પ્રયાસ કરતાં હોય છે ત્યારે હાલમાં આવી જ એક જાણકારી સામે આવી છે. અમેરિકામાં આવેલટેક્સાસ રાજ્યમાં રહેતા અલ્ફોન્સો ફ્લોર્સે કોસ્મેટિક સર્જરીથી પોતાની ઊંચાઈમાં વધારો કર્યો છે.
આ સર્જરીનો કુલ 55 લાખ રૂપિયા ખર્ચ આવ્યો છે. તેની હાઈટ 5 ફૂટ 11 ઇંચ હતી. સર્જરી કર્યાં બાદ 6 ફૂટ 1 ઇંચ થઈ ગઈ છે. 28 વર્ષીય અલ્ફોન્સો 12 વર્ષની વયથી બાસ્કેટ બોલ પ્લેયરની જેવો દેખાવા માગતો હતો. તે એવું ઈચ્છતો હતો કે, તેની હાઈટ વધુ હોય પણ તેના ફેમિલી મેમ્બર્સ તથા મિત્રો આ સર્જરીની વિરુદ્ધ હતા.
હજુ 29 લાખ રૂપિયા ખર્ચ થઈ શકે છે :
અલ્ફોન્સો વ્યવસાયે ફ્રીલાન્સ રાઈટર છે. તેની સર્જરી ધ લિંબ પ્લાસ્ટ એક્સ ઇન્સ્ટિટ્યુટના ડોક્ટર કેવિન ડેબિપાર્શડ દ્વારા કરીવામાં આવી છે. હોસ્પિટલની ઓફિશિયલ વેબસાઈટ મુજબ, શરીરની લંબાઈમાં વધારો કરવાં માટે પગનાં ફીમર હાડકાને લંબાવવામાં આવ્યા હતાં. જેમાં કુલ 55 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ત્યાંબાદ અમુક પ્રોસિઝર ફોલો કરવાની છે. જો દર્દી આવું કરાવે છે તો તેને 29 લાખ રૂપિયા હજુ ખર્ચ કરવા પડી શકે છે.
કોબે તથા જોર્ડનની જેમ દેખાવા માંગતો હતો:
અલ્ફોન્સોએ કહ્યું કે, હું પહેલેથી મારા ફેવરિટ પ્લેયરની જેમ દેખાવા માંગતો હતો. માઈકલ જોર્ડન, ફિલ જેક્સન તથા કોબે મારા આઇકન છે પણ પરિવાર આ સર્જરીની વિરુદ્ધ હતો. મેં તેમને સમજાવ્યું હતું કે, આ સર્જરી એકદમ સુરક્ષિત છે તો તેઓ રાજી થઈ ગયા હતાં.
આ રીતે થઈ સર્જરી:
સર્જરી કરનાર ડૉ. કેવિન જણાવતાં કહે છે કે, દર્દીના સાથળમાં 6 નાના કાપા મૂકવામાં આવ્યા હતા. અહીંથી પગનું સૌથી લાંબુ હાડકું ફીમરને અલગ કરવામાં આવ્યું હતું તેમજ આ હાડકાને નવા ઈમ્પ્લાન્ટની સાથે જોડવામાં આવ્યું હતું. નવા ઈમ્પ્લાન્ટને રીમોટથી કન્ટ્રોલ કરી શકાય છે. દર્દી તેને ઘરે જ ઓપરેટ કરી શકે છે. જ્યાં સુધી હાડકું તેના આકારમાં ન આવે ત્યાં સુધી આ ઈમ્પ્લાન્ટ ખૂબ જ ધીરે-ધીરે વધતું રહેશે.
સર્જરીના બીજા દિવસે ચાલીને દેખાડ્યું:
અલ્ફોન્સો જણાવતાં કહે છે કે, આ સર્જરી અંગે લોકો જેવો વિચાર કરે છે મને તેટલી પીડા થઈ ન હતી. સર્જરીના બીજા દિવસે જ ડૉક્ટરે મને ચાલવાનું સૂચન કર્યું હતું, મને ફક્ત ઊંઘવામાં તકલીફ પડતી હતી. ડૉ કેવિને કહે છે કે, શરીરની હાઈટમાં વધારો કરવાં માટે મોટા ઓપરેશનની જરૂર નથી, નાના-નાના કાપા મૂકવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle