સુરત(ગુજરાત): આજકાલ પોલીસ દ્વારા સતત વોચ રાખીને દારૂની હેરાફેરી કરતા બુટલેગરોને ઝડપી પાડવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં આવેલા લાલીમાનગર પાસેના લાલીમાતાના મંદિરના પાછળ આવેલા એક ખુલ્લા પ્લોટમાંથી પોલીસ દ્વારા બાતમીના આધારે દારૂની 546 બોટલ અને 973 પાઉચ સાથેના એક ટેમ્પાને ઝડપી પાડવામાં આવ્યો હતો.
જાણવા મળ્યું છે કે, પોલોસની રેડ પડી હોવાની જાણ થતાં જ ટેમ્પાનો ચાલક અને માલિક ભાગી જતા પોલીસ દ્વારા 6 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસે ફરાર ટેમ્પાના ચાલક અને માલિકને ભાગેડુ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગે ઉધના પોલીસે જણાવ્યું હતું કે, ઉધના લાલીમાનગર પાસેના લાલીમાતાના મંદિરના પાછળ આવેલા એક ખુલ્લા પ્લોટ ટેમ્પામાં દારૂ વેચાય રહ્યો હોવાની બાતમી મળી હતી. જેને આધારે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવતા દારૂનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો. આ દરમિયાન, પોલીસે રૂપિયા 2,30,000ની કિંમતની 546 બોટલ, 973 પાઉચ, અને પતરાના બે બેરલ સાથે ટેમ્પો મળી 6 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસની રેડની જાણ થતા જ ટેમ્પાનો ચાલક અને માલિક ફરાર થઇ ગયા હતા. જેથી બન્નેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતાં. પોલીસ દ્વારા ટેમ્પા નં.GJ-02-Z-6027 ના માલિક અને ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે Radico 8 PM Blue Deluxe Whisky 180 મી.લી.ના પાઉચ ક્યાંથી સુરત લાવવામાં આવ્યા તેની તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ પો.સ.ઇ. પી.વી. સોલંકી દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.