કહેવાય છે કે કોરોના વૃદ્ધો અને બાળકોને સૌધી વધુ અસર કરે છે. આમ છતાં પંચમહાલ જિલ્લાના હાલોલ સ્થિત લીમડી ફળીયા ખાતે રહેતો 6 માસનો કોરોના યોદ્ધા મુહમ્મદ હસનેન કોરોનાને મ્હાત આપી. હોસ્પિટલેથી પરત ઘરે ફરતા તેનું પુષ્પવર્ષા અને તાળીઓના ગડગડાટ વચ્ચે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ, પંચમહાલ જિલ્લાના હાલોલ નગરના લીમડી ફળિયામાં 6 માસનો માસૂમ બાળક કોરોનાથી સંક્રમિત થતા સમગ્ર પંથકમાં બાળકને લઈ લોકોમાં ભારે દુઃખની લાગણી જોવા મળી હતી. બાળકને કોરોનાની સારવાર માટે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં લઈ જવાયું હતું, જ્યાં ગુજરાતના સૌથી નાના કોરોનાગ્રસ્ત બાળકને જોઈ સારવાર કરનાર તબીબો પણ લાગણીશીલ થઈ ગયા હતા.
જો કે સતત પોતાના મુખ પરથી હાસ્ય રેલાવતા ફૂલ સમા માસુમ બાળકને જોઈ સારવાર કરનાર તબીબો અને આરોગ્ય કર્મચારીઓ પણ તેના નિર્દોષ હાસ્યથી મંત્રમુગ્ધ થઇ ગયા હતા. જ્યાં કોરોનાના ભયને સાઈડ પર હડસેલી દઈ ડોક્ટરોએ પ્રેમથી આ બાળકને લિટલ કોરોનાનું ઉપનામ આપ્યુ હતુ.
ખુબ જ પ્રેમ અને હેત વરસાવી ગોત્રી હોસ્પિટલના તબીબો આરોગ્ય કર્મચારીઓએ બાળકને થોડાક દિવસમાં કોરોના મુક્ત કરી ફરી તેના કોરોના રિપોર્ટ કરાવતા રિપોર્ટ નેગેટિવ આવતા તેને ભાવવિભોર થઈ રજા આપવામાં આવી હતી. જે બાદ રવિવારે સાંજના સુમારે એમ્બ્યુલન્સ મારફતે આ બાળક તેની માતા સાથે હાલોલ લીમડી ફળીયા ખાતે આવેલા તેના ઘરે આવી પહોચતાં, ત્યાં પુષ્પવર્ષા અને તાળીઓના ગડગડાટ વચ્ચે મુહમ્મદ હસનેનનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news