પાકિસ્તાન (Pakistan)ના પૂર્વ વડાપ્રધાન(Prime Minister) ઈમરાન ખાન (Imran Khan)ની મુશ્કેલીઓ વધી રહી છે. તેઓના થોડા દિવસ પહેલા જ અશ્લીલ ઓડિયો સામે આવ્યા હતા. ત્યારે હવે અશ્લીલ વિડીયો સામે આવતા ચારેબાજુ હાહાકાર મચી જવા પામ્યો છે. હાલના દિવસોમાં ઈમરાન ખાનના ત્રણ અશ્લીલ ઓડિયો બાદ હવે 6 અશ્લીલ વીડિયો લીક થયા છે. આ વીડિયો હમણાં જ કેટલાક પત્રકારો, ઉદ્યોગપતિઓ અને અન્ય મહત્વના લોકો સુધી પહોંચ્યો છે અને ગમે ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ શકે છે.
લીક થયેલા 6 વીડિયોમાંથી એક વીડિયોમાં ઈમરાન ખાન કથિત રીતે પાકિસ્તાની સાંસદ આયલા મલિક સાથે જોવા મળ્યા હોવાનું સામે આવ્યું છે. આ એ જ આયલા મલિક છે જેની સાથે ઈમરાન ખાનનો કથિત ફોન અશ્લીલ ઓડિયો સામે આવ્યો છે. આયલા મલિક પાકિસ્તાની સાંસદ રહી ચૂકી છે અને પીટીઆઈની નેતા છે. આ ઉપરાંત વધુ એક અશ્લીલ વીડિયોમાં ઈમરાન ખાન એક યુવક સાથે જોવા મળી રહ્યો છે. જેની સાથે તે શારીરિક સંબંધ બાંધી રહ્યો છે. ત્યારે આ અંગે પાકિસ્તાનના પ્રખ્યાત પત્રકાર અસદ તૂરે ખુલાસો કર્યો છે કે આ સમયે કુલ 6 અશ્લીલવીડિયો પાકિસ્તાનમાં કેટલાક લોકો સુધી પહોંચ્યા છે.
વધુમાં તૂરે જણાવ્યું હતું કે, આ તમામ વીડિયો ઈમરાન ખાનના નજીકના લોકોએ બનાવ્યો છે. તેમજ અન્ય એક વીડિયોમાં ઈમરાન ખાન સ્વિમિંગ પૂલમાં જોવા મળી રહ્યો છે. જેમાં તે એક મહિલા સાથે અશ્લીલ હરકતો કરી રહ્યો છે. અન્ય એક વીડિયોમાં ઈમરાન ખાન ગંદી વાતો કરી રહ્યો છે જે તે ઓડિયોમાં કરી રહ્યો હતો. આમાંના મોટા ભાગના વીડિયોમાં ઑડિયો નથી. આ બતાવે છે કે આ વીડિયો બનાવનાર વ્યક્તિ પોતાની ઓળખ છુપાવવા માંગતો હતો.
આ અંગે તૂરે કહ્યું છે કે, આ તમામ વીડિયો ખુબ જ ચોકાવનારા છે. તેમજ તે પાકિસ્તાની રાજનીતિમાં ખળભળાટ મચાવી શકે છે. તેણે કહ્યું કે સલમાન તાસીરની હત્યા ધાર્મિક મામલે કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં ઈમરાન ખાન માટે આવનારા સમયમાં ખતરો ઘણો વધી શકે છે. પ્લેબોયની ઈમેજ ધરાવતા ઈમરાન ખાને સત્તાવાર રીતે ત્રણ લગ્ન કર્યા છે પરંતુ તેણે ઘણી મહિલાઓ સાથે શારીરિક સંબંધો બાંધ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.