ગુજરાત(Gujarat): રાજ્યમાં લઠ્ઠાકાંડ(Lattakand)ને કારણે અનેક પરિવારો બરબાદ થઇ ગયા છે. રાજકોટ(Rajkot) બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રણછોડનગર શેરી નંબર 16માં એક ફાયનાન્સ ઓફિસમાં દારૂ પાર્ટી(Alcohol party) થઇ હોવાનું સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. ફાયનાન્સ ઓફિસમાં થયેલ દારૂ પાર્ટીનો વિડીયો વાયરલ થઈ જવા પામ્યો છે. સોશિયલ મીડિયા(Social media)માં વાયરલ થઈ રહેલા વિડીયોમાં 14 જેટલા લોકો દારૂની પાર્ટી કરતા કરતા નાચી રહ્યા હતા.
View this post on Instagram
મળતી માહિતી અનુસાર, પોલીસ દ્વારા વિડીયોમાં દેખાતા 6 જેટલા લોકોની તો હાલમાં અટકાયત કરી લેવામાં આવી છે. પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવી રહેલા વીરાભાઇ કચરાભાઈ ચાવડા નામના પોલીસ જવાન પણ દારૂ પાર્ટીમાં શામેલ જોવા મળ્યા હતા. વિડીયોમાં મયુરભાઈ ઘનશ્યામભાઈ ચાવડા (ઓફિસ પાર્ટનર), વીરાભાઇ ચાવડા (પોલીસ કોન્સ્ટેબલ), જેન્તીભાઇ લોખીલ (ટ્રાન્સપોર્ટના ધંધાર્થી), પંકજભાઈ વિભાભાઇ ડાંગર, જગદીશ પટેલ (મંડપ સર્વિસના ધંધાર્થી), હરભમભાઇ લોખીલ (રાજકોટ ડેરીના નિવૃત કર્મચારી) અને માટીયાભાઇ ભરવાડ હોવાનું સામે આવ્યું છે.
વાયરલ વિડીયો અંગે રાજકોટ બી ડિવિઝન પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા 6 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે, જ્યારે બીજા 6 જેટલા લોકોની ઓળખ થવા પામી છે તેઓની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આ પાર્ટીમાં પોલીસ કોન્સ્ટેબલ હતા કે નહીં તે અંગે બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ કોન્સ્ટેબલની ખરાઈ થયા પછી તમામ વિરૂદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
View this post on Instagram
એક બાજુ સમગ્ર સૌરાષ્ટ્ર બરવાળા થયેલ લઠ્ઠાકાંડને કારણે સ્તબ્ધ છે જયારે બીજી બાજુ ગુજરાતમાં જાણે દારૂબંધીનું નામો નિશાન ન હોય તેવી રીતે ઠેર ઠેર ચાલતા દેશી દારૂના હાટડાઓના વિડીયો સોશિયલ મીડિયા (Social media)માં વાઇરલ થઇ રહ્યા છે. આવી સ્થિતિમાં રાજકોટમાં પણ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડીઓમાં રાજકોટમાં એક મહિલા ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરી રહી છે. આ વીડિયો શાપર વેરાવળ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રાજકોટ શહેરમાં બે દિવસ પહેલા કુબેલિયાપરા વિસ્તારમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.