મિશન શક્તિ મુજબ ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમગ્ર રાજ્યમાં 1535 જેટલા પોલીસ સ્ટેશનોમાં ચાલુ કરવામાં આવેલાં મહિલા ડેસ્કનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. પણ લખનૌનાં બારાબાંકીમાં મહિલા શક્તિ હેલ્પ ડેસ્કનો પ્રારંભ કરાવવા માટે છ વર્ષીય એક નાની ઈન્સ્પેક્ટર પહોંચી હતી.
આ નાની એવી ઈન્સ્પેક્ટર બાળકીનું નામ અલીના સિદ્દીકી છે તેમજ તે બાળકીએ રિબીન કાપીને મહિલા શક્તિ ડેસ્ક હેલ્પનો પ્રારંભ કર્યો છે. પોલીસ ઈન્સ્પેક્ટરની વર્દીમાં પહોંચેલી અલીના સિદ્દીકી દ્વારા મહિલ હેલ્પ ડેસ્ક ફતેહપુરનો ઈન્ચાર્જ પણ સંભાળ્યો હતો. ઈન્સ્પેક્ટરની વર્દીમાં અલીના ખુબ જ સુંદર લાગતી હતી. પોલીસ સ્ટેશને પહોંચવા પર પોલીસ કર્મચારીઓએ તેને ગુલાબ આપીને સ્વાગત કર્યું હતું. ખુરશી પર બેસ્યા બાદ 6 વર્ષીય આ નાનકડી ઈન્સ્પેક્ટરે પોલીસ કર્મચારીઓ પાસેથી અલગ અલગ જાણકારી મેળવી હતી તેમજ તેમને સલાહ અને સૂચનો પણ આપ્યા હતાં.
महिलाओं के लिए हर थाने में हेल्प डेस्क व सीक्रेट रूम
मिशन शक्ति- पीड़ित महिलाएं बिना संकोच महिला पुलिस कर्मियों से कह सकेंगी अपनी बात pic.twitter.com/4wUxVjjuKl
— Government of UP (@UPGovt) October 24, 2020
અસલમાં આ રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધ વધતા અપરાધ તેમજ બાળકીઓની રેપ કરવા પછી થતી હત્યાઓની સંખ્યા જોતા સરકારે રાજ્યનાં પોલીસ સ્ટેશનોમાં મહિલા હેલ્પ ડેસ્કનો પ્રારંભ કર્યો છે. અહીંયા મહિલાઓ તેમજ બાળકીઓ સંબંધિત ફરિયાદને મહત્વના રૂપથી સાંભળવામાં આવશે. બારાબાંકીનાં ફતેહપુરમાં કોતવાલીમાં મહિલાઓ તેમજ બાળકીઓમાં સશક્તિકરણનો ભાવ જાગૃત કરવા માટે મહિલા હેલ્પ ડેસ્કનો પ્રારંભની જવાબદારી આ 6 વર્ષીય બાળકીને સોંપવામાં આવી હતી. અલીનાએ આ જવાબદારીને ન ફક્ત સારી રીતે નિભાવી પણ આ વર્દી પ્રત્યે સન્માન પણ દેખાડ્યું હતું. આ રીતનો ઉપયોગ કરીને પોલીસે મહિલાઓ તેમજ બાળકીઓમાં પોતાનાં પ્રત્યે વિશ્વાસ વધારવાની શરૂઆત કરી છે. છેલ્લા 1-2 માસમાં UPને શર્મસાર કરી દે તેવી મહિલાઓ વિરુદ્ધ થયેલી રેપનાં અનેક બનાવો બહાર આવ્યા છે. આ બનાવની ચર્ચા સમગ્ર દેશની સાથે સમગ્ર વિશ્વમાં થયેલી જોવા મળે છે.
पीड़िताओं की सुनवाई को अलग कक्ष हो
मुख्यमंत्री श्री @myogiadityanath जी ने 1,535 थानों में की महिला हेल्प डेस्क की शुरुआत pic.twitter.com/2stb577Nkm
— CM Office, GoUP (@CMOfficeUP) October 24, 2020
UPનાં હાથરસ ગામમાં 19 વર્ષીય દલિત યુવતી પર ગેંગરેપ કર્યા પછી તેને મરવા માટે છોડી દીધી હતી, જેમાં તેનું સારવારમાં મૃત્યુ થયું હતું તેમજ ત્યાંની પોલીસે યુવતીની લાશ તેનાં પરિવારનાં સભ્યોને સોંપવાને બદલે રાતોરાત તેનાં અગ્નિ સંસ્કાર પરિવારજનોની હાજરી વિના જ કરી નાખ્યા હતા, જેની સમગ્ર ભારત દેશમાં ઘણી નિંદા થઈ છે. તેની સાથે જ પીડિતાને ન્યાય અપાવવા માટે પણ સમગ્ર ભારત દેશ એકસાથે આવીને ઊભો રહ્યો છે. હાથરસનો આ બનાવે ભારત દેશનાં લોકોને વર્ષ 2012માં થયેલા નિર્ભયા ગેંગરેપની પાછી યાદ અપાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle