સમગ્ર દેશ-વિદેશમાં હિંદુ ધર્મનાં કેટલાય મંદિરો આવેલા છે ત્યારે હાલમાં આપણને ખુબ ગર્વ થાય એવી એક જાણકારી સામે આવી છે. ગુજરાતના 600થી પણ વધારે શિલ્પકારો ઓસ્ટ્રેલિયામાં આવેલ મેલબોર્નમાં સૌથી મોટા શિખરબદ્ધ જિનાલયનું નિર્માણ કરવા જઈ રહ્યા છે.
સોમપુરા સમાજના અગ્રણી તથા ખુબ જાણીતા શિલ્પકાર રાજેશ સોમપુરના જણાવ્યા પ્રમાણે આ જિનાલય 55 ફૂટ ઊંચું, 54 ફૂટ પહોળું તથા 72 ફૂટ લંબાઈ ધરાવતું જિનાલય હશે. આ જિનાલયનું નિર્માણ ફક્ત 3 વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
આ જિનાલય એ રીતે તૈયાર કરવામાં આવશે કે, તેનું આયુષ્ય 1,000 કે તેથી વધુ વર્ષ સુધી રહેશે. જિનાલયને તૈયાર કરવા માટે દિવસ-રાત શિલ્પકારો અજોડ કામગીરી કરી રહ્યા છે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ પણ સોમપુરા સમાજના શિલ્પીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
જિનાલયમાં લોખંડ-સિમેન્ટનો ઉપયોગ નહીં થાય:
જિનાલયમાં કુલ 1,500 ટન રાજસ્થાન મકરાના પ્લોર માર્બલનો ઉપયોગ કરાશે. આગામી થોડા દિવસોમાં કુલ 20 જેટલા સોમપુરા સમાજના શિલ્પકારો મેલબોર્ન જશે. સમગ્ર જીનાલયમાં લોખંડ-સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવશે નહીં. જયારે પથ્થર ગુજરાતથી સમુદ્ર માર્ગ મારફતે મોકલી દેવામાં આવશે. 3 વર્ષના સમયમાં આ જિનાલય તૈયાર થઈ જશે.
શિલાન્યાસમાં 21 શિલ્પની પૂજા કરવામાં આવી હતી:
મેલબોર્ન જૈન સંઘના પ્રમુખ નીતિન જોશી જણાવે છે કે, આ જિનાલય માટે 4 ઓગસ્ટનાં રોજ શિલાન્યાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આવા પ્રકારનું સૌથી મોટું જિનાલય સમગ્ર ઓસ્ટ્રેલિયામાં નથી. જિનાલયના શિલાન્યાસ કાર્યક્રમ પ.પૂ. જગવલ્લભસૂરીશ્વરજીની હાજરીમાં યોજવામાં આવયો હતો. આ જિનાલય સમગ્ર ઓસ્ટ્રેલિયાનું સૌપ્રથમ તથા સૌથી ઊંચું શિખરબદ્ધ જિનાલય બનવા જઈ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.